અમદાવાદઃ ગુજરાતના મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી દ્વારા એસ સી એસ ટી સમાજના વર્ગ વિશે અપમાનિત શબ્દોનો ઉપયોગ અને સાથે વકીલો વિશે અપશબ્દો આપવાના આરોપો મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નારાજગી વ્યક્ત કરી અને આઈએસ ઓફિસર નેહા કુમારીના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ અંગે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, આઇપીએસ રાજકુમાર પાંડીયન દ્વારા હાલમાં જ ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન કર્યા બાદ એક બીજી ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પરમાર વિજયકુમાર સાથે અત્યંત બેહુદુ મિજાજમાં મહીસાગરના કલેકટર નેહા કુમારી દ્વારા વર્તન કરવામાં આવ્યું છે. ત્યાં રાજેશ સરકારના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં નેહા કુમારી દુબે વિજયકુમાર સાથે ગેરવર્તન કર્યું છે.
મેવાણીએ કહ્યું હતું કે, 23 ઓક્ટોબરના દિવસે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદી વિજય કુમાર જાય છે, ત્યારે કલેક્ટર નેહા કુમારી દુબેથી તે પોતાની સમસ્યા અંગે સવાલો કરે છે, તો એમને કલેકટર નેહાકુમારી દુબે જે જવાબ આપે છે તે ખૂબ જ ચોંકાવનારા છે.
તેમણે એવું પણ કહ્યું કે, વિજયકુમારને જવાબ આપતા કલેકટર નેહા કુમારી દુબે એવું કહે છે કે" જ્યાદા ઓવર સ્માર્ટ બને કી કોશિશ મત કરો, મુજે હલકે મેં મત લો. આ સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલા મામલતદાર દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે આ કાર્યક્રમમાં કહ્યું હતું કે અહીંયા બની બેઠેલા પત્રકારો અને વકીલો આવતા હોય છે અને આ સાંભળીને કલેકટર નેહા દુબે એવું કહે છે કે, વકીલોને કશું જ આવડતું નથી તમેણે આગળ કહ્યું કે" ચપ્પલ થી મારવા જેવું છે. ચપ્પલ સે માર ખાને જેસે કામ કરતે હૈ". આવું કહીને એમણે સમગ્ર ભારતના વકીલો અને પત્રકારોનું અપમાન કર્યું છે. મહીસાગર જિલ્લાના કલેકટર નેહા કુમારી દુબે એવું પણ બોલ્યા હતા કે "એટ્રોસિટીના કેસિસ બ્લેકમેલિંગ કરવા માટે કરવામાં આવે છે અને એમાંના 90% કેસીસ ખોટા હોય છે."
તેમણે જણાવ્યું હતું કે, કલેક્ટર નેહા કુમારી દુબેએ દલિત સમાજ વિરુદ્ધ કરેલા નિવેદનને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ. સાથે જ તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને આ જ માંગને લઈને આવતીકાલે અમે મહીસાગર ખાતે જઈને વિરોધ કરીશું.