મોરબી :હળવદ તાલુકાના ઢવાણા ગામ પાસે નદીના કોઝવેના પાણીમાં ટ્રેક્ટર તણાય ગયુ હતું. આ ટ્રેક્ટરમાં 17 લોકો સવાર હતા. આ ઘટના અંગે માહિતી મળતા NDRF તેમજ SDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચી બચાવ-રાહત કામગીરી શરુ કરી હતી. જોકે, પાણીમાં તણાયેલા લોકોમાંથી 10 જેટલા લોકોને વહેલી સવાર સુધીમાં બચાવી લેવામાં આવેલ છે, પરંતુ હજુ 7 જેટલા લોકો લાપતા છે.
કોઝવેના વહેણમાં ટ્રેક્ટર તણાયું, 10 લોકોને બચાવાયા, 7 લાપતા (ETV Bharat Gujarat) કોઝવેના વહેણમાં ટ્રેક્ટર તણાયું :મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રવિવારે બપોરના બે વાગ્યાથી લઈને રાત્રીના દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કુલ મળીને સાડા છ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સ્થાનિક નદી-નાળામાં વરસાદી પાણી આવી ગયા હતા. કેટલીક જગ્યાએ દુર્ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. તેવામાં રાતના ઢવાણા ગામ પાસે નદીના કોઝવે ઉપર પાણી ભરાયું હતું. ત્યાંથી પસાર થતું ટ્રેક્ટર પાણીમાં તણાઈ ગયું હતું. આ ટ્રેક્ટરમાં બેઠેલા લોકોમાંથી કેટલાક લોકો પાણીમાં તણાયા અને કેટલા લોકો એકબીજાના સહારે નદીના બીજા છેડે બહાર આવી ગયા હતા.
10 લોકોને બચાવાયા, 7 લાપતા :આ અંગે કલેકટર કે. બી. ઝવેરી જણાવ્યું હતું કે, ઢવાણા ગામ પાસે નદીના પાણીમાં જે ટ્રેક્ટર તણાયું હતું, તેમાં કુલ મળીને 17 વ્યક્તિ બેઠેલા હતા. જે પૈકીના ચાર વ્યક્તિને જે તે સમયે જ બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. એક મહિલા સહિત બે વ્યક્તિ પાણીમાં તણાયા હતા, જેને રેસ્ક્યુ કરીને બચાવ્યા છે. કેટલાક લોકો નદીના બીજા છેડે બહાર જાતે આવી ગયા હતા, આમ 10 લોકોને બચાવી લીધા છે. જે લાપતા છે તેને શોધવા માટેની કામગીરી NDRF તેમજ SDRF ટીમ દ્વારા ચાલુ રાખવામાં આવેલ છે.
બચાવ-રાહત કામગીરી :ઢવાણા ડૂબેલા તે ટ્રેક્ટરમાં બેઠેલા પાડચાભાઈ મુંધવાએ પોતાનો જીવ બચાવવા માટે થઈને બાવળના થડને પકડી રાખ્યું અને બચાવવા માટે રાડો પાડી રહ્યા હતા. જે ફાયરની ટીમના જવાનો અવાજ સાંભળી જતા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ તેને તરત જ પાંચાભાઈ મુંધવાને બહાર લાવવા માટેની કવાયત હાથ ધરી અને બહાર કાઢ્યા હતા.
- 9 વર્ષ બાદ પણ વણઉકેલાયેલો મોરબી નિખિલ હત્યા કેસ, CBIને તપાસ સોંપાઈ
- બે યુવાન પર દીપડાએ કર્યો હુમલો, યુવાનોના માથામાં દીપડાનો પંજો વાગ્યો