મોરબી: રાજ્યભરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી નશીલા દ્રવ્યોનું વેચાણ સતત વધી રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં આવેલી શાક માર્કેટમાંથી ફ્રુટ સાથે ગાંજાનું વેચાણ થતું હોવાનો ગોરખધંધો ઝડપાયો છે.
ફ્રુટની આડમાં શાકમાર્કેટમાં વેચતો હતો ગાંજો
એસઓજી ટીમ ટંકારા પંથકમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકી નામનો ઇસમ ટંકારા ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટના થળા નં ૧૮ પર બેસી ફ્રુટના વેપારની સાથે છુપી રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે.
શાકમાર્કેટમાં ફ્રૂટ સાથે ગાંજો વેચતો શખ્સ ઝડપાયો (Etv Bharat Gujarat) ૧ કિલો ૪૩૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
આ બાતમીના આધારે ટીમે શાક માર્કેટમાં આરોપીના થળા પર જઈને તપાસ કરી હતી તેમજ ટંકારાની મેમણ શેરી સ્થિત આરોપીના મકાન ખાતે પણ તપાસ કરી હતી અને ત્યાંથી પોલીસને ૧ કિલો ૪૩૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો
૧ કિલો ૪૩૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો (Etv Bharat Gujarat) પોલીસે રેડ કરીને ૧૪,૩૫૦ની કિંમતનો ગાંજો, તેમજ રોકડ રૂ ૨૦૦૦, મોબાઈલ, વજન કાંટો સહીતનો કુલ ૪૬,૮૫૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપી હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એક્ટની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. -એમ.પી.પંડ્યા, PI,SOG
- ધોરાજીમાં SOG ટીમના દરોડા, પોલીસે 12 કિલો ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો
- ગાંજો ઉગાડતા 2 ખેડૂતો SOG પોલીસ હાથે ચડ્યા, એક ખેડૂતની ધરપકડ - Cannabis farmer arrested