મોરબી : વર્ષ 2004 માં મોરબી શહેરમાં સીટી PI તરીકે ફરજ બજાવતા અને હાલ નિવૃત DySP વિરુદ્ધ થર્ડ ડિગ્રી માર મારવાનો કેસ થયો હતો. જે કેસમાં મોરબી કોર્ટે ચુકાદો આપતા નિવૃત DySP ને એક વર્ષ કેદની સજા ફટકારી છે.
નિવૃત DySP વિરુદ્ધ ફરિયાદ :વકીલ બી. એચ. નંદાસણાએ જણાવ્યું હતું કે, મોરબી સીટી PI તરીકે એમ. એફ. જાદવ વર્ષ 2004 માં ફરજ બજાવતા હતા. તેના વિરુદ્ધ મોરબીના ચીફ મેજી. સાહેબની કોર્ટમાં ખોટા ગુનાની કબૂલાત કરવા અને ગેરકાયદે માર મારી થર્ડ ડિગ્રીનો ઉપયોગ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસ સામેની ફરિયાદ નામદાર કોર્ટમાં રજીસ્ટર કરવાનો હુકમ જાહેર કર્યો હતો.
કોર્ટની કાર્યવાહી :આ કેસમાં PI જાદવ અને અન્ય પોલીસ કર્મચારીઓને સમન્સ ઇસ્યુ કરી નામદાર એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ જજ સાહેબ મોરબીની અદાલતમાં હાજર થવાનો હુકમ જાહેર કરાયો હતો. આ કેસ મોરબીની અદાલતમાં પુરાવાના સ્ટેજે નજરે જોનાર સાક્ષીઓ અને ફરિયાદીની જુબાની તથા પોલીસે માર માર્યા અંગેના મેડીકલ એવીડન્સ તથા કાયદા અંગેની દલીલો કોર્ટમાં રજૂ કરાઈ હતી.
જેલની સજા અને દંડ ફટકાર્યો :આ દલીલોના અંતે મોરબી કોર્ટે PI જાદવ સામે ફરિયાદી બી. એચ. નંદાસણા સાબિત કરી શક્યા હોય, જેથી કોર્ટે આરોપી PI જાદવને 1 વર્ષની સાદી કેદની સજા અને રૂ.1,000 દંડ તેમજ દંડ ન ભરે તો વધુ 7 દિવસની સાદી કેદની સજા ફટકારી છે.
"ટોક ઓફ ધ ટાઉન" :એમ. એફ. જાદવ મોરબીમાં PI તરીકે ફરજ બજાવતા હતા. બાદમાં તેઓને DySP તરીકે પ્રમોશન મળ્યું હતું અને નિવૃત્ત થયા હતા. મોરબી જીલ્લામાં પોલીસને સજા કરવામાં આવી હોવાની પ્રથમ ઘટના હોવાથી અને પોલીસને માર મારવાના કેસમાં સજા પડતા આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.
- મોરબીમાં જુગાર રમતા 9 શકુનીઓ ઝડપાયા, મોરબી સીટી A ડિવિઝન પોલીસની કાર્યવાહી
- મોરબી ઝૂલતો પુલ કેસમાં ચાર્જ ફ્રેમ થશે તો રોજ કેસ ચલાવી શકાશે: જીલ્લા સરકારી વકીલ