સુરતમાં રોગચાળાએ માથું ઉચક્યું (ETV Bharat Reporter) સુરત :ચોમાસાની સિઝન શરૂ થતાં જ ડેન્ગ્યુ, મલેરિયા અને ગેસ્ટોના કેસોમાં વધારો થયો છે. એટલે કે, ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધતો હોય છે. જેના કારણે નવી સિવિલ, સ્મીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં જાન્યુઆરી માસથી જૂન મહિના સુધીમાં મેલેરિયાના 189 કેસ નોંધાયા હતા.
મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ :આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધી મેલેરિયાના 189 કેસ નોંધાયા છે. ગત વર્ષ જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં ડેન્ગ્યુના કુલ 143 કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં ડેન્ગ્યુના કુલ 119 કેસ નોંધાયા છે. હાલ સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો ડેન્ગ્યુના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં ડેન્ગ્યુના 39 જેટલા જ કેસો નોંધાયા છે.
પ્રિ-મોન્સૂન કામગીરી :ડેન્ગ્યુના કેસમાં ઘટાડો થવાનું કારણ પ્રિ-મોન્સૂન કામગીરી છે. જેના માટે 445 જેટલી ટીમોએ સુરતના અલગ અલગ વિસ્તારમાં સર્વે કર્યો હતો. જ્યાં વિવિધ બાંધકામ સાઈટ, ઘરોમાં મચ્છરોનો બ્લડિંગ શોધવામાં આવ્યા હતા. છેલ્લા 14 દિવસમાં આવી જગ્યા પર દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. છેલ્લા બે માસમાં આરોગ્ય વિભાગે 15 લાખનો દંડ વસૂલ્યો છે.
રોગચાળો ડામવાની કાર્યવાહી :ચોમાસામાં વરસાદને પગલે શહેરમાં રોગચાળો ન વકરે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરત શહેરમાં અલગ અલગ બાંધકામ સાઈટ તેમજ અન્ય એકમોમાં સર્વે માટે મહાનગરપાલિકાની 110 ટીમ જોડાઈ હતી. એપ્રિલ અને મે મહિનામાં વિવિધ જગ્યા પર સર્વે કરાયો હતો. જેમાં 70 હજાર જેટલા નક્કામાં કન્ટેનર કાઢ્યા હતા. ખાસ કરીને નક્કામાં અને પાણી ભરાઈ જાય તેવા 78 હજાર જેટલા વાસણ પણ દૂર કર્યા હતા.
બે માસમાં 15 લાખ દંડ ફટકાર્યો :સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન એક્ટિવ ટીમે 5 હજાર જેટલા ખુલ્લા મકાનમાં સર્વે કર્યો, જેમાં 680 લોકોએ ભાગ લીધો હતો. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જે જગ્યા પરથી મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા છે, ત્યાં દંડ પણ ફટકાર્યો છે. જેમાં છેલ્લા બે માસની અંદર 15 લાખનો દંડ વસૂલ કર્યો છે. આમ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરોથી થતી બીમારી રોકવા માટે આગોતરું આયોજન કરી કામગીરી હાથ ધરવામાં આવી છે.
- સુરતમાં એક જ દિવસમાં ત્રણ અકસ્માત, MBBSના વિદ્યાર્થી સહિત ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો
- અસલીના નામે નકલીનો ખેલ, બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર મારી હલકી કક્ષાનું તેલ વેચતા ઝડપાયા