જુનાગઢ શહેરમાં જામ્યો વરસાદી માહોલ (Etv Bharat Gujarat) જુનાગઢ: જૂનાગઢ શહેર અને જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે, ગઈકાલે પણ દિવસ દરમિયાન અટકી-અટકીને વરસાદ પડી રહ્યો હતો, બિલકુલ તે જ પ્રમાણે બપોર બાદ અસહ્ય ઉકળાટની વચ્ચે 12 થી 3:00 વાગ્યાના અરસામાં વરસાદના બે ધોધમાર ઝાપટા પડ્યા હતા. જેના કારણે શહેરમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી.
જુનાગઢમાં જામ્યો વરસાદી માહોલ (Etv Bharat Gujarat) વરસાદ પડતા જ શહેરના માર્ગો પરથી વરસાદી પાણી વહેતા થયા હતા છેલ્લાં એક અઠવાડિયા થી જુનાગઢવાસીઓ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે, પરંતુ ચોમાસાની માફક વરસાદ જમાવટ કરતો નથી બે દિવસથી ઝાપટા રૂપે ચોમાસાનો વરસાદ પડી રહ્યો છે જે લોકોને આકરી ગરમી અને બફારા માંથી છુટકારો અપાવે છે.
જુનાગઢ શહેર પાણી પાણી (Etv Bharat Gujarat) કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચ:તો બીજી તરફ ગઈકાલે કોડીનાર શહેરમાં ત્રણ કલાકમાં ધોધમાર ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા કોડીનાર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી જાહેર માર્ગો પર વહેતા જોવા મળ્યા હતા, છેલ્લા બે દિવસથી ગીર વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, પરંતુ એકમાત્ર કોડીનારમાં નોંધપાત્ર કહી શકાય તેવો ત્રણ ઈચ જેટલો વરસાદ પડ્યો છે.
શહેરની મુખ્ય બજારમાં ભરાયા પાણી (Etv Bharat Gujarat) આ સિવાય અન્ય તાલુકા અને વિસ્તારોમાં સામાન્ય થી લઈને એક થી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, હાલ વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી જેને કારણે વરસાદ જાપટા રૂપે પડી રહ્યો છે, પરંતુ વરસાદની સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગીર પંથકમાં ચોમાસુ જમાવટ લેશે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
જુનાગઢ શહેર અને જિલ્લાના અન્ય તાલુકામાં ગઈકાલથી વરસાદી વાતાવરણ સર્જાયું છે, પણ જુનાગઢ શહેરમાં 12:00 વાગ્યા બાદ બે વખત ધોધમાર વરસાદનું ઝાપટુ પડ્યું હતું. જેને લઈને શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો બીજી તરફ કોડીનારમાં ત્રણ કલાકમાં ત્રણ ઇંચની આસપાસ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયેલા જોવા મળતા હતા.
- અંબાજી જળબંબાકાર : દુકાનો પાણીમાં ડૂબી, રસ્તા પર નદી વહેતી થઈ - Banaskantha Heavy rain