જુનાગઢ:પવિત્ર દામોદર કુંડ તીર્થ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં ભાવિકો પોતાના પિતૃઓના તર્પણ માટે મોક્ષ પીપળે ધાર્મિક વિધિ કરાવવા માટે આવતા હોય છે, ત્યારે આ વિસ્તારના રીનોવેશન બાદ વાલ્મિકી સમાજની એક દીકરીના હાથે મોક્ષ પીપળાના સ્થળને રીનોવેશન બાદ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકીને દામોદર કુંડ તીર્થ સમિતિએ સામાજિક સમરસતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સામાજિક સમરસતાની આદર્શ મિસાલ: ભવનાથ તળેટીમાં આવેલા અતિ પ્રાચીન દામોદર કુંડ ખાતે સામાજિક સમરસતાનું એક સૌથી મોટી મિસાલ સામે આવી છે. શ્રદ્ધાળુઓની ધાર્મિક ભાવના અને આસ્થા સાથે જોડાયેલા મોક્ષ પીપળાના સ્થળનું 1 મહિનાથી રીનોવેશન કામ ચાલી રહ્યું હતું. જે પૂર્ણ થતા દામોદર તીર્થગોર સમિતિ દ્વારા વાલ્મિકી સમાજની એક મહિલાના હાથે દીપ પ્રાગટ્ય કરીને રીનોવેશન બાદ મોક્ષ પીપળાના સ્થળને તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. દામોદર તીર્થગોર સમિતિ દ્વારા દલિત મહિલાને પસંદ કરીને સામાજિક સમરસતાનું એક આદર્શ દ્રષ્ટાંત આપ્યું છે.
જુનાગઢમાં વાલ્મિકી દીકરીના હસ્તે મોક્ષ પીપળાને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાયો (etv bharat gujarat) જુનાગઢમાં વાલ્મિકી દીકરીના હસ્તે મોક્ષ પીપળાને શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાયો (etv bharat gujarat) વાલ્મિકી મહિલા વિનામૂલ્યે કરે છે સેવા: દામોદર તીર્થ કુંડ ખાતે લાખોની સંખ્યામાં સમગ્ર વર્ષ દરમિયાન ભાવિકો પોતાના પિતૃ તર્પણ માટે આવતા હોય છે. આવી સ્થિતિમાં જૂનાગઢના શિલ્પાબેન વાળા નામની વાલ્મિકી મહિલાએ મોક્ષ પીપળાના સ્થળને સ્વચ્છ અને ચોખ્ખું રહે, તે માટે પોતાનો સ્વચ્છતા સેવા અભિયાન આજથી 2થી 3 વર્ષ પૂર્વે શરૂઆત કરી હતી. આ કાર્યના બદલામાં મહિલા કોઈ આર્થિક અનુદાન મેળવતા નહોતા. માત્ર સ્વચ્છતા અને ધર્મને પ્રાથમિકતા આપીને આ મહિલા દરરોજ એકલા હાથે મોક્ષ પીપળાને સ્વચ્છ અને ચોખ્ખો રાખતા હતા. ત્યારે દામોદર તીર્થગોર સમિતિ દ્વારા શિલ્પાબેન વાળાના હાથે રીનોવેશન બાદ મોક્ષ પીપળાના સ્થળને તમામ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લુ મૂકીને સામાજિક સમરસતાની ઉત્તમ મિસાલ આપી હતી.
આ પણ વાંચો:
- પદ્મશ્રી ભીખુદાન ગઢવીની ચાર દાયકાની લોક સાહિત્યની સફર પૂર્ણ, પ્રભુ સેવા માટે સાહિત્યમાંથી લીધી નિવૃત્તિ
- બિનહરીફની બોલબાલાઃ જુનાગઢ મનપા, પાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારો થયા બિનહરીફ