ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત (Etv Bharat Gujarat) સુરત: શહેરના હીરા બજારમાં મીની વેકશન પડવા જઈ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ તેમના વતન એટલે કે સૌરાષ્ટ્ર જશે. જેના પગલે હીરા બજારમાં 10 દિવસનું મીની વેકેશન જાહેર કરાયું છે. ત્યારે હાલ હીરા બજારમાં ફૂલ મંદીનો પણ માહોલ છે તેવું વેપારીઓ રટણ કરી રહ્યા છે. જોકે પોલિશ્ડ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ યથાવત છે.
સુરતના હીરા બજારમાં પડ્યું મીની વેકશન (Etv Bharat Gujarat) કારખાનાઓએ રજા રાખવાનું શરૂ કર્યું:શહેરના નાના-મોટા 400 ડાયમંડ જ્વેલરી ઉત્પાદકો પણ વિશ્વભરમાં એક્સપોર્ટ કરે છે, પરંતુ હાલ ઘણાખરા દેશોમાં મંદી હોવાને કારણે ડાયમંડ અને જ્વેલરીની ડિમાન્ડ ઘટી છે, જેની સીધી અસર સુરતના હીરા ઉદ્યોગ પર પડી રહી છે. હાલ કારખાનાઓએ રજા રાખવાનું શરૂ કર્યું છે.
ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત (Etv Bharat Gujarat) 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી વેકેશન:એક મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે. ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના હીરા ઉદ્યોગમાં આ પહેલી ઘટના છે. જ્યારે અન્ય ઘણી નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2થી 3 દિવસની રજા રાખવાનું શરૂ કરી દીધું છે. દિવાળી આડે માત્ર 2 મહિનાનો સમય બાકી છે ત્યારે રજાઓ પડી જતાં રત્નકલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
હીરા ઉધોગના ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં રજા (Etv Bharat Gujarat) સુરતના હીરા ઉદ્યોગમાં આ પહેલી ઘટના: એક મોટી ડાયમંડ ફેક્ટરીમાં 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસના વેકેશનની જાહેરાત કરી છે. ઓગસ્ટમાં 10 દિવસનું વેકેશન રાખવાની સુરતના હીરા ઉદ્યોગમાં આ પહેલી ઘટના છે. જ્યારે અન્ય ઘણી નાની ફેક્ટરીઓએ સપ્તાહમાં 2થી 3 દિવસની રજા રાખવાનું શરૂ કરી દીધું છે. દિવાળી આડે માત્ર 2 મહિનાનો સમય બાકી છે ત્યારે રજાઓ પડી જતાં રત્નકલાકારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
- વર્ષોથી ચાલી આવતી આદિવાસીઓની અનોખી પરંપરા, જુઓ આ વિશેષ પરંપરા પર ETV ભારતનો વિશેષ અહેવાલ - Festival of Dhinglabapa
- અંગદાનક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સુરતના ડો.કેતન નાયકને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ એનાયત