ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસાનો પર્દાફાશ, ખેડામાં MD ડ્રગ્સ સાથે પરપ્રાંતીય ઈસમ ઝડપાયો - Kheda MD drug - KHEDA MD DRUG

મધ્યપ્રદેશથી ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસાનો ખેડા જિલ્લાની સેવાલિયા પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ખેડામાંથી એક પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડી તેની પાસેથી 14.97 લાખની કિંમતનું 150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

MD ડ્રગ્સ સાથે પરપ્રાંતીય ઈસમ ઝડપાયો
MD ડ્રગ્સ સાથે પરપ્રાંતીય ઈસમ ઝડપાયો (ETV Bharat Reporter)

By ETV Bharat Gujarati Team

Published : Jul 22, 2024, 9:14 AM IST

ખેડા :મધ્યપ્રદેશથી રાજકોટ લઈ જવાતા મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઇસમને પોલીસે પોલીસ ખેડા જિલ્લાના સેવાલીયાથી ઝડપી પાડ્યો છે. બાતમીને આધારે પોલીસે એક પરપ્રાંતીય ઇસમને ઝડપી પાડી તેની પાસેથી 14.97 લાખની કિંમતનું 150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને આપવાનું હતું, તે સહિતની તપાસ હાથ ધરાઈ છે.

ડ્રગ સાથે આરોપી ઝડપાયો :સેવાલિયા બસ સ્ટેશન પાસે એક ઈસમ ડ્રગ્સ લઈને આવવાનો હોવાની સેવાલિયા પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ દ્વારા સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભેલ ઈસમને શંકાસ્પદ પાવડર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં તેણે પોતાનું નામ ગોપાલ નધુલાલ મહેર અને રાજસ્થાનના ઝાલાવાડના દુધાલિયામાં રહેતો હોવાનું જણાવ્યું હતું.

ખેડામાં MD ડ્રગ્સ (ETV Bharat Reporter)

14.90 લાખનું MD ડ્રગ્સ :પોલીસને આરોપી ગોપાલ પાસેથી 150 ગ્રામ જેટલો પાવડર મળી આવ્યો હતો. જેને તે મધ્યપ્રદેશથી રાજકોટ ખાતે લઈ જવાનો હોવાનો ખુલાસો થયો હતો. તેનું FSL દ્વારા પરીક્ષણ કરતા તે મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું જણાયું હતું. જેને લઈ સેવાલિયા પોલીસ દ્વારા ગુનો નોંધી રૂ. 14.90 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

પોલીસ કાર્યવાહી :આ બાબતે સેવાલિયા પોલીસ સ્ટેશનના PSI મુકેશ રાવલે જણાવ્યું હતું કે, રાજસ્થાની ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી 150 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું છે. જેની કિંમત 14.90 લાખ છે. તેની વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું તેમજ કોને આપવાનું હતું તે સહિતની વિસ્તૃત તપાસ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

  1. કુરિયરની આડમાં દારૂની હેરાફેરી, પોલીસે નિષ્ફળ બનાવ્યો ભેજાબાજોનો આ પ્રયાસ
  2. ખેડામાં પત્નીની હત્યાના આરોપમાં પતિની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો ?

ABOUT THE AUTHOR

...view details