ગુજરાત

gujarat

હવામાન વિભાગે આપેલ ઓરેન્જ એલર્ટ આજે પણ યથાવત, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો - Gujarat weather update

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 10:34 AM IST

Updated : Jul 3, 2024, 10:59 AM IST

ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે ઠેર ઠેર વરસાદ વરસતા મુશ્કેલીઓ પણ સર્જાઇ રહી છે. ઉપરાંત વરસાદને વ્યવસ્થિત રીતે શરૂ થતાં માંડ એક જ અઠવાડિયુ થયું છે અને જિલ્લો જળબંબાકાર થઈ રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જે છેલ્લા બે દિવસથી યથાવત છે. જાણો. Gujarat weather update

ચક્રવાત ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને અસસરગ્રસ્ત કરી ત્યાં વરસાદી વાતાવરણ ઊભું કરે છે
ચક્રવાત ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને અસસરગ્રસ્ત કરી ત્યાં વરસાદી વાતાવરણ ઊભું કરે છે (Etv Bharat Gujarat)

અમદાવાદ:ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉપરાંત રાજ્યના ઘણા એવા જિલ્લાઓમાં તો ઠેર ઠેર પાણી ભરાઈ જાય તેવી પણ પરિસ્થિતિ જોવા માંઈ રહી છે. અને આરકરની સ્થિતિ હજુ પણ થોડા દિવસ જોવા મળશે. કારણ કે હજુ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજકારત પર ચક્રવાતનું પરિભ્રમણ:ઉપરાંત દક્ષિણ ગુજરાત અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતનું પરિભ્રમણ નોંધાયું છે જે સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 અને 7.6 કિમીની વચ્ચે છે, જે ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ નમેલું છે. જે દર્શાવે છે કે આ ચક્રવાત ગુજરાતના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારોને અસસરગ્રસ્ત કરી ત્યાં વરસાદી વાતાવરણ ઊભું કરે છે.

2 જૂનના રોજ ભારે વરસાદની ચેતવણી (Etv Bharat Gujarat)

ભારે વરસાદની ચેતવણી: જે અનુસાર ભારતીય હવામાં વિભાગ દ્વારા 2 જુલાઇએ દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, સુરત, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ પશ્ચિમ વિસ્તારો કચ્છ, દ્વારકા,પોરબંદર, જામનગર, જુનાગઢમાં ઓરેંગ અલર્ટ સાથે ચેતવણી આપવામાં આવી છે.

3 જૂનના રોજ ભારે વરસાદની ચેતવણી (Etv Bharat Gujarat)

ઓરેંજ એલર્ટ યથાવત:ભારતીય હવામાન દ્વારા બહાર પાડવામાં આવેલા માહિતી મુજબ આજ રોજ એટલે કે 3 જુલાઇએ પણ ભારે વરસાદની ચેતવણી છે. જ્યાં બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારોમાં ભારે તેમજ અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા સ્થાનિકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

  1. ગુજરાતમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, IMDએ શું આપી છે માછીમારોને ચેતવણી, જાણો - Gujarat weather forecast
  2. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ, ખેડૂતોમાં છવાયો હરખનો માહોલ - Incessant rain in Navsari
Last Updated : Jul 3, 2024, 10:59 AM IST

ABOUT THE AUTHOR

...view details