ધોરણ 12 બોર્ડમાં જિલ્લાના કુલ 54 તારલાઓએ A1 ગ્રેડ મેળવ્યો (ETV Bharat Desk) સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 76.11 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં A1 ગ્રેડ સાથે 9 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઉપરાંત સામાન્ય પ્રવાહનું પરિણામ 92.89 ટકા જાહેર થયું છે, જેમાં A1 ગ્રેડ સાથે 45 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
મેશ્વા પ્રજાપતિ જિલ્લામાં પ્રથમ :સાબરકાંઠાના ઇડરના DGES ગ્રુપની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મેશ્વા પ્રજાપતિ જિલ્લામાં પ્રથમ આવી છે. મેશ્વા પ્રજાપતિએ ધોરણ 12 સાયન્સ પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 99.57 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યો છે. પરિવારની દીકરી સારા ટકા સાથે પાસ થતા પિતાએ પુત્રીનું મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. શાળા પરિવારે પણ વિદ્યાર્થિનીને ફૂલહાર તેમજ મોં મીઠું કરાવી શુભકામનાઓ પાઠવી હતી.
ધોરણ 12 બોર્ડ પરિણામ : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 2827 વિદ્યાર્થી પૈકી 2817 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં 9696 વિદ્યાર્થીઓ પૈકી 9631 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ :સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 76.11 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં A1 ગ્રેડ મેળવનાર 9, A2 ગ્રેડ મેળવનાર 122, B1 ગ્રેડ મેળવનાર 354, B2 ગ્રેડ મેળવનાર 515, C1 ગ્રેડ મેળવનાર 598, C2 ગ્રેડ મેળવનાર 461, D ગ્રેડ મેળવનાર 85 અને E1 ગ્રેડ મેળવનારમાં 0 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં 2,144 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવા પાત્ર બન્યા છે, જ્યારે 683 વિદ્યાર્થીઓ નાપાસ રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહમાં હિંમતનગર કેન્દ્રમાં 75.57 ટકા, ઇડરમાં 76.17 ટકા, તલોદમાં 82.30 ટકા, વડાલીમાં 73.33 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ખેડબ્રહ્મા સેન્ટરનું સૌથી ઓછું પરિણામ 59.15 ટકા, જ્યારે ઉમેદગઢ સેન્ટરનું સૌથી વધુ 88.42 ટકા પરિણામ જાહેર થયું છે.
HSC સામાન્ય પ્રવાહનું પરિણામ :સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 92.89 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં A1 ગ્રેડ મેળવનાર 45, A2 ગ્રેડ મેળવનાર 750, B1 ગ્રેડ મેળવનાર 2093, B2 ગ્રેડ મેળવનાર 2805, C1 ગ્રેડ મેળવનાર 2281, C2 ગ્રેડ મેળવનાર 903, D ગ્રેડ મેળવનાર 65 અને E1 ગ્રેડ મેળવનારમાં 4 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં 8946 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે 750 વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
સાબરકાંઠા જિલ્લામાં સામાન્ય પ્રવાહ માટે 20 સેન્ટર પર પરીક્ષા યોજાઈ હતી. જેમાં હિંમતનગર કેન્દ્રમાં 90.99, ઇડરમાં 91.85, તલોદમાં 90.52, વડાલીમાં 94.37, ખેડબ્રહ્મા 93.59, ગાંભોઇ-રાયગઢમાં 91.32, નિકોડા 95.77, જાદર 90.32, બડોલી 96.59, ઉમેદગઢ 95.82, કાવા 93.65, મજરા 96.25, વિજયનગર 97.17, અંદ્રોખા 97.07, લાંબડીયા 88.76, ચીઠોડા 90.58, બીલડીયા 96.11, રણાસન 90.80 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પ્રાંતીજ કેન્દ્રનું 86.75 અને સૌથી વધુ પરિણામ પુંસરી કેન્દ્રનું 99.43 ટકા પરિણામ જાહેર થયું છે.
- નડીયાદમાં રિક્ષાચાલકના પુત્રએ 12 સાયન્સમાં મેળવ્યો A1 ગ્રેડ. પુત્રની સફળતાથી પરિવારમાં ખુશીની ફેલાઇ લાગણી
- જુનાગઢની હેમાંગી કારીયા ટોપર બની, સામાન્ય પ્રવાહમાં સમગ્ર જિલ્લામાં જુનાગઢ શહેરનું નામ કર્યું રોશન - GSEB