ગુજરાત

gujarat

ETV Bharat / state

કડીમાં કરોડોની ઠગાઈ: આરોપી શિક્ષક દંપતીની મિલકતની તપાસ કરાશે - MEHSANA CRIME

તાજેતરમાં કેટલાક લોકો સાથે કરોડોની ઠગાઈ કરનાર મહેસાણાના શિક્ષક દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. હવે આ મામલે પોલીસ આરોપીની મિલકતની તપાસ કરશે.

કડીમાં કરોડોની ઠગાઈ
કડીમાં કરોડોની ઠગાઈ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2025, 11:32 AM IST

મહેસાણા : તાજેતરમાં BZ ગ્રુપના 6000 કરોડના કૌભાંડ બાદ રાજ્યભરમાં એક બાદ એક પોન્ઝી સ્કીમના કાળા કારોબાર પ્રકાશમાં આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો કડીમાં બન્યો હતો. જોકે, આ કિસ્સામાં ઠગાઈ કરનાર એક શિક્ષક દંપતી હતુ, જેમના વિરુદ્ધ હાલ પોલીસ કાયેદસરની કાર્યવાહી કરી રહી છે. જે સંદર્ભે હવે તેમની મિલકની તપાસ થશે.

કડીમાં કરોડોની ઠગાઈ :મહેસાણાના કડીમાં કરોડોની ઠગાઈ કરનાર ઠગ શિક્ષક દંપતીની મિલકતની તપાસ શરુ કરવામાં આવી છે. સમગ્ર કેસની મહેસાણા LCB તપાસ કરી રહી છે. આરોપીઓ પર 125 કરોડથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાયા બાદ હવે GPID એક્ટ અંતર્ગત મહેસાણા પોલીસે આ ઠગ દંપતીની મિલકતની તપાસ શરૂ કરી છે.

આરોપી શિક્ષક દંપતીની મિલકતની તપાસ કરાશે (ETV Bharat Gujarat)

બંટી-બબલી શિક્ષક દંપતિ :મહેસાણાના શિક્ષક દંપતીએ કેટલાક લોકો સાથે કરોડોની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ બાદ કેસ નોંધાયો હતો. જેમાં પોલીસે મિલકત શોધવાની શરૂ કરી છે. કડીના બંટી-બબલી શિક્ષક દંપતિએ કરોડોની છેતરપિંડી કર્યાની ફરિયાદ કડી પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે મહેસાણા LCB પોલીસે શિક્ષક દંપતીની મિલકતની તપાસ શરૂ કરી છે.

મિલકતની તપાસ કરાશે:શિક્ષક દંપતિએ કઈ કઈ જગ્યાએ મિલકત વસાવી છે તેની તપાસ શરૂ કરાઈ છે. મિલકત અંગેની વિગતો મેળવી GPID એક્ટ હેઠળ મિલકત સીઝ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. મિલકત સીઝ કરી હરાજી કરવા અંગે કાર્યવાહી કરવા તજવીજ પોલીસ એ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, કડીમાં શિક્ષક ઠગ દંપતીએ 125 કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

  1. ખેડાના કઠલાલમાં સરકારી જમીન સસ્તા ભાવે આપવાની લાલચ આપી 1.10 કરોડની કરી ઠગાઈ
  2. ખેડા જિલ્લામાં ડિજિટલ એરેસ્ટ, મહુધામાં વૃદ્ધ દંપતીને ડરાવી સાઈબર ઠગોએ રૂ. 61 લાખ પડાવ્યા

ABOUT THE AUTHOR

...view details