ગુજરાત

gujarat

ETV Bharat / state

મહેસાણા જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની વિજાપુરમાં ઉજવણી - Independence Day 2024 - INDEPENDENCE DAY 2024

મહેસાણાના વિજાપુર ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સરકારના પ્રવક્તા અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. - Independence Day 2024

મહેસાણામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
મહેસાણામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Aug 15, 2024, 7:58 PM IST

ઋષિકેશ પટેલે ધ્વજવંદન કરી પરેડનું નિરીક્ષણ કર્યું (Etv Bharat Gujarat)

મહેસાણાઃમહેસાણાના વિજાપુર ખાતે આજે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લામાં વિજાપુર, હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને 78મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ ખુલ્લી જીપમાં સવાર થઈને મંત્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

ઋષિકેશ પટેલે 78મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, સુભાષચંદ્ર બોઝ, રાણી લક્ષ્મીબાઈ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, વીર સાવરકર જેવા અસંખ્ય વીરો અને વીરાંગનાઓએ બલિદાન આપ્યા છે. ભગતસિંહ, સુખદેવ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ સહિત કેટલાય યુવાનોએ હસતા હસતા શહીદી વ્હોરી હતી. આવા અનેક સપૂતોના બલિદાનના પરિણામે 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને સદીઓ બાદ સ્વતંત્રતાનું સ્વપ્ન સાકાર થયું.

  1. આજથી પારસીઓના નવા વર્ષનો પ્રારંભઃ જાણો તેમના ઈતિહાસ અંગે - Parsi New Year 2024
  2. મહીસાગરમાં જિલ્લા કલેક્ટરે ધ્વજવંદન કર્યુંઃ કહ્યું 'યુવાનો રાષ્ટ્રની ઉર્જા છે' - Independence day 2024

ABOUT THE AUTHOR

...view details