પાટણ:શહેરીજનોમાં સ્વાસ્થ્ય અને કિડનીના રોગોમાં જાગૃતિ આવે તે માટે આસ્થા કિડની હોસ્પિટલ - પાટણ દ્વારા મેરેથોન ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જીમખાના મેદાન ખાતેથી જિલ્લા કલેકટર અને પાટણના ધારાસભ્યએ લીલી જંડી આપી દોડને પ્રસ્થાન કરાવી હતી. આ દોડમાં શહેરીજનો ઉપરાંત રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જોડાયા હતા.
શહેરીજનો ઉપરાંત રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જોડાયા આરોગ્યની સભાનતા માટે યોજાઈ દોડ
અત્યારની ભાગદોડ અને ટેન્શનયુક્ત જીવનશૈલી તેમજ ફાસ્ટફુડ અને ભેળસેળ તેમજ પ્રદુષીત વાતાવરણમાં લોકોમાં અવનવા રોગો અને બિમારીઓ જોવા મળી રહી છે ત્યારે પાટણના લોકો પોતાની તંદુરસ્તી માટે જાગૃત બને અને વોકિંગ, રનિંગ કરે તે હેતુથી જનજાગૃતિ ઉભી કરવા પાટણની આસ્થા કિડની હોસ્પિટલના ઉપક્રમે પાટણમાં મેગા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જીમખાના મેદાન ખાતે સવારે દોડમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને વોર્મઅપ કરાવવામાં આવ્યુ હતું ત્યારબાદ જિલ્લા કલેકટર અરવિંદ વિજય અને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવી હતી.
3 કેટેગરીમાં યોજાઈ દોડ
મેરેથોનના આયોજનમાં એક કિલોમીટર વોકથોન, 3 કિ.મી, 5 કિ.મી અને 11 કિ.મીના ત્રણ રૂટ રખાયા હતા. જેમાં 12 વર્ષથી 65 વર્ષ સુધીના ભાઈઓ અને બહેનો જોડાયા હતા. બંને કેટેગરીમાં પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે આવનારને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.જ્યારે ભાગ લેનારને તમામ સ્પર્ધકોને ટી-શર્ટ અને સર્ટિ આપવામાં આવ્યા હતા. આ મેરેથોનના આયોજનમાં ડો . સુરેશ ઠક્કરની સાથે પાટણના રમતગમત અધિકારી તથા જીમખાના, સ્પોર્ટ્સ સંકુલ, યુથ હોસ્ટેલ, પાટણ વિમેન સાયકલિંગ ક્લબ, આઇએમએ, રોટરી ક્લબ વિગેરેનો સહયોગી બન્યા હતા. 500 ઉપરાંત લોકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો.
- Horse Racing: સુરતના લવાછા ગામે આયોજિત અશ્વ દોડ સ્પર્ધામાં 60 અશ્વોએ ભાગ લીધો
- રાજસ્થાનમાં સીએમ માટેની રેસ તેજ થઈ, વસુંધરા રાજે દિલ્હીમાં જેપી નડ્ડાને મળ્યા