ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં MD ડ્રગ્સ ઝડપવાનો સિલસિલો યથાવત, 2 આરોપીઓની ડ્રગ્સ સાથે ધરપકડ - MD DRUGS IN SURAT

સુરત સિટી પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા તેમજ હેરાફેરી કરતા 2 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા
સુરત ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Nov 8, 2024, 9:39 PM IST

સુરત:સિટી પોલીસ દ્વારા 'નો ડ્રગ્સ ઇન સુરત સિટી' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા તેમજ તેની હેરાફેરી કરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ 2 આરોપીઓને પકડવામાં આવ્યા છે. જેઓ MD ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આ બંને પાસેથી 43.96 ગ્રામ MD ડ્રગ્સ જેની કિંમત 4,39,600 રૂપિયા થાય છે. તે મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી છે. 2 આરોપીમાંથી એક આરોપી હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો હતો અને જામીન પર છૂટીને બહાર આવ્યા બાદ ફરીથી તેને ડ્રગ્સ વેચવાનું શરૂ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે.

બાતમીના આધારે 2 આરોપીઓ ઝડપાયા: સુરત શહેર પોલીસ દ્વારા સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, વેડ રોડ વિસ્તારમાં રહેતો શાહેદ અને રાંદેરમાં રહેતો કુણાલ બંને મુંબઈથી MD ડ્રગ સુરત લાવી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કાપોદ્રા ચાર રસ્તા પર વોચ ગોઠવીને શાહેદ ઉર્ફેદ દાનિશ શેખ અને કૃણાલ પટેલને 43.96 ગ્રામ ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે. આ ડ્રગની કિંમત 4,39,600 રૂપિયા થાય છે. આ ઉપરાંત તેની પાસેથી મોબાઇલ તેમજ 1870 રૂપિયા રોકડા મળી કુલ 5,31,470 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરત ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા (Etv Bharat Gujarat)

આરોપીઓ અગાઉ મુંબઇથી ડ્રગ્સ લાવ્યા: પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તે આ MD ડ્રગ્સનો જથ્થો મુંબઈના મલાડથી સુરત લાવતા હતા અને સુરતમાં અલગ અલગ લોકોને છૂટક વેચાણ કરતા હતા. અગાઉ તેઓ 4 થી 5 વખત MD ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં અલગ અલગ લોકોને તેનું વેચાણ પણ કર્યું હતું. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. બંને પકડાયેલા આરોપી સુરતના કુખ્યાત ગુનેગાર છે અને આ બંને પર હત્યા, મોબાઈલ સ્નેચિંગ તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

સુરત ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા (Etv Bharat Gujarat)
સુરત ક્રાઇમ બ્રાંચે 2 આરોપીઓની MD ડ્રગ્સ સાથે ઝડપી લીધા (Etv Bharat Gujarat)

2 આરોપીઓ સામે પોલીસ ગુન્હો દાખલ: આરોપી શાહેદ ઉર્ફેદ દાનિશના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં 2, ઉમરા પોલીસ સ્ટેશનમાં 1 અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 2 ગુના નોંધાયા છે. આ ઉપરાંત આરોપી કૃણાલ પટેલ સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં 3 ગુના નોંધાયા છે. ત્યારે કૃણાલ પટેલ અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો. જેને કોર્ટમાંથી આજીવન કેદની સજા થઈ હતી અને તે પાકા કામના કેદી તરીકે લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો. આરોપી 30 ઓક્ટોબર 2024 થી 14 નવેમ્બર 2024 દરમિયાન જેલમાંથી રજા ઉપર છૂટ્યો હતો અને તે જેલમાંથી છૂટ્યા બાદ આ ડ્રગની સપ્લાય તરફ વળ્યો હતો અને પોલીસે ટ્રક સાથે આરોપીની ફરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં 3 લાખથી વધુના બ્રાઉન સુગર સાથે બે શખ્સ ઝડપાયા, નેપાળ સાથે જોડાયા તાર
  2. ભુજમાં સગીરાનું અપહરણ અને બળાત્કારનો આરોપી 5 વર્ષે અમદાવાદથી ઝડપાયો

ABOUT THE AUTHOR

...view details