પોલીસે ફરિયાદીને ઢોર માર માર્યો (ETV Bharat Gujarat) બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ટડાવ ગામે વર્ષ 2023માં 71 લાખ રૂપિયાની ચોરીની ઘટના બની હતી. જે બાદ ફરિયાદ નોંધાતા પોલીસે વાવ તાલુકાના સપ્રેડા ગામના ફરિયાદી થાનાભાઈ રાજપૂતને ઢોરમાર મારતા સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. જે બાદ ફરિયાદ નોંધાતા હવે કોર્ટે પોલીસ સામે તપાસના આદેશ આપ્યા છે અને આ સમગ્ર તપાસ ડિવાયએસપીને સોંપવામાં આવી છે.
પોલીસ વિરોધ વાવ કોર્ટમાં ફરિયાદ નોંધાઇ:બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના ટડાવ ગામે એગ્રોની દુકાનમાં એક વર્ષ અગાઉ એટલે કે 2023માં 71 લાખની ચોરી થતા માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સહિત ડિવાયએસપી અને એલસીબી પોલીસ દ્વારા ગુનો ઉકેલવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ત્યારે વાવ તાલુકાના સપ્રેડા ગામના યુવકને શંકાના આધારે માવસરી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને પોલીસ સ્ટેશન ખાતે યુવકને ઢોરમાર મારનાર એલસીબીમાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મીઓ વિરુદ્ધ યુવકે વાવ સિવિલ કોર્ટમાં ફરિયાદ કરતા કોર્ટે તપાસના આદેશ કરતા સમગ્ર પોલીસ ખાતામાં ખળભળાટ મચી જવા પામી છે.
જાણો શું છે સમગ્ર ઘટના:બનાસકાંઠાના વાવ તાલુકાના સપ્રેડા ગામના ફરિયાદી થાનાભાઈ રાજપૂતે વાવ સિવિલ કોર્ટમાં કરેલી ફરિયાદની હકીકત એવી છે કે એક વર્ષ અગાઉ ટડાવ ખાતે થયેલી ચોરીના ગુનાની તપાસમાં શંકાના આધારે તેને પોલીસ દ્વારા માવસરી પોલીસ ખાતે ગત વર્ષ 2023માં 24 ઓક્ટોબર થી 28 ઓક્ટોબર દરમિયાન પોલીસ મથકે રાખી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલસીબી પોલીસ દ્વારા ચોરીનો ડિટેક્ટ કરવા અને તેને ટોર્ચર કરી ગુનો કબૂલવા દબાણ કર્યો હતો. તેમજ બે દિવસ પોલીસ મથકે રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. જેમાં પગના તળિયા અને હાથ પર ઇજાઓ થઈ હતી, ત્યારે તારીખ 28 ઓક્ટોબરના રોજ યુવકને પોલીસ દ્વારા છોડી મૂકવામાં આવ્યો હતો. જ્યારે યુવકને મારથી ઇજા થતાં ટડાવ સિવિલ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર કરાવી હતી. આ બાબતે પીડિતે વાવ સિવિલ કોર્ટમાં એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ માવજીભાઈ ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર આહીર, પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ એમ ચાર એલસીબી કર્મચારી વિરોધ ફરિયાદ દાખલ કરતા નામદાર કોર્ટે 202ની ઇન્કવાયરીની થરાદ dyspએ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો
- શું ચાઈનીઝ લસણ ખાવાથી કેન્સર થાય છે ? જાણો રસાયણશાસ્ત્રના અધ્યાપક વિભાકર જાનીએ શું કહ્યું.... - Side effects of Chinese garlic
- બનાસકાંઠાના પાલનપુરમાં બનીને તૈયાર છે ભારતનો બીજા નંબરનો થ્રિલેગ એલિવેટેડ બ્રિજ, જાણો - Three Leg Elevated Bridge Palanpur