સુરત : કામરેજનાં પાસોદરા ખાતે સુરત ભરવાડ સમાજ દ્વારા સમુહ લગ્નનાં કરાયેલા આયોજનમાં 24 યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજનાં પાસોદરા ખાતે આવેલા સ્વામિનારાયણ ગ્રીનસીટીનાં ગ્રાઉન્ડમાં સુરત ભરવાડ સમાજ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતાં.
ધાર્મિક અગ્રણીઓ પણ હાજર રહ્યાં :સુરતમાં ભરવાડ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. પાસોદરામાં યોજાયેલા સમૂહ લગ્નમાં કુલ 24 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ તમામ ૨૪ યુગલોને પ્રભુતામાં પગલાં પાડવાના અવસર પર આશીર્વાદ આપવા સમાજના ધાર્મિક અગ્રણીઓ પણ હાજર રહ્યાં હતાં.
દીકરીઓને કરિયાવર અપાયો : આ સમૂહ લગ્નમાં ભરવાડ સમાજનાં દાતાઓ દ્વારા લગ્ન કરનાર તમામ દિકરીઓને કબાટ, બેડ, રસોડાનાં વાસણો મળી અંદાજીત 1 લાખ રુપિયાની કિંમતનું કરિયાવર પણ દીકરીઓને આપવામાં આવ્યુ હતું જેથી તેઓ પોતાના ઘરસંસારને સુપેરે શરુ કરી શકે. નવદંપતિઓને આશીર્વાદ આપવા માટે આ પ્રસંગે ભરવાડ સમાજનાં ધર્મગુરૂ રામ બાપુ, કાનજી બાપુ, અરજણ બાપુ. નામદેવ ભગત હાજર રહ્યા હતાં.
વિશાળ પ્રમાણમાં લોકોની હાજરી : સમૂહ લગ્નમાં અંદાજિત 35000 હજાર લોકોએ હાજરી આપી હતી.સુરત જિલ્લા ભરવાડ સમાજના આગેવાન કલાભાઈ એ જણાવ્યું હતું કે આયોજિત આ સમૂહ લગ્નમાં અંદાજિત 35000 લોકો હાજર રહ્યા હતા.સંપૂર્ણ જમણવારનો ખર્ચ ભરતભાઈ રામુભાઇ શિયાળીયા દ્વારા આપવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નને સફળ બનાવવામાં અને મહેમાનોને અગવડતા ન પડે તે માટે છેલ્લા 15 દિવસથી સમૂહ લગ્ન સમિતિ ખડેપગે રહી હતી.અને શાંતિપૂર્ણ માહોલમાં ઇષ્ટદેવ ઠાકર બાપાના આશીર્વાદથી સમૂહ લગ્ન સંપન્ન થયા હતા.
- Sudarshan Bridge: દ્વારકાના સુદર્શન સેતુનો મનમોહક ડ્રોન વીડિયો જૂઓ
- Surat Samuh Lagna: 84 યુગલોએ ભગવાન રામ અને માતા સીતાના પરિધાનમાં મંગલ ફેરા લીધા