73 માં ગુજરાતી વાર્ષિક અધ્યાપક અધિવેશન જૂનાગઢ: રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને જૂનાગઢમાં ગુજરાતી અધ્યાપકોનું 73 મો વાર્ષિક અધિવેશન મળ્યું હતું જેમાં આગામી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારીને લઈને ભાષા અને ભાષાના અધ્યાપકોને કઈ રીતે કામ કરવું તેને લઈને અધ્યાપકોની વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન થાય તે માટેના અધિવેશન યોજાયું છે. જેમાં બે દિવસ સુધી સમગ્ર રાજ્યના અધ્યાપકો ભાગ લઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ચર્ચાઓ કરશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ પર મનોમંથન 73મું વાર્ષિક અધિવેશન:જૂનાગઢના રૂપાયતનમાં ગુજરાતી ભાષા અને અધ્યાપકોનું 73 મો વાર્ષિક અધિવેશન મળ્યું છે. આગામી બે દિવસ સુધી સમગ્ર રાજ્યના અધ્યાપકો દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને મનોમંથન કરવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્યત્વે માતૃભાષાને પ્રાધાન્ય મળે તે રીતે કઈ રીતે ઉપયોગી થાય તેના માટે અધ્યાપકો બે દિવસ સુધી એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરીને અમલમાં આવવા જઈ રહેલી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કઈ રીતે અધ્યાપક તરીકે યોગદાન આપી શકાય તે માટે મનોમંથન કરશે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભાષા મહત્વની
નવા શૈક્ષણિક વર્ષથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તબક્કાવાર અમલમાં આવવા જઈ રહી છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં માતૃભાષાને મહત્વ મળે તે માટે ગુજરાતના અધ્યાપકો અને સંશોધનકારો માતૃભાષાને લઈને સુસજતા કેળવે તેમજ આધુનિક સમયમાં અંગ્રેજી ભાષાના અધિક્રમણની સામે માતૃભાષા કઈ રીતે ઉપયોગી બની શકે તેને લઈને સંશોધન થી લઈને તેમના વિચારો રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અમલવારી અને તેને આગળ ધપાવવા માટે કઈ રીતે મહત્વના સાબિત થઈ શકે તેના પર બે દિવસ સુધી રુપાયતનમાં ગુજરાત ભરના અધ્યાપકો મનોમંથન કરીને આગામી દિવસોમાં અમલમાં આવવા જઈ રહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને લઈને કોઈ મુશ્દો તૈયાર કરશે.
- Loksabha Election 2024: ભાવનગર બેઠક પર 'વનવે'ને બદલે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જામશે, એક તાર્કિક વિશ્લેષણ
- Patan: મેગા મેરેથોન દોડ યોજાઈ, શહેરીજનો ઉપરાંત રાજકીય આગેવાનો, વિદ્યાર્થીઓ અને ડોક્ટરો જોડાયા