જૂનાગઢ : કેરીના શોખીનો માટે ખૂબ સારા સમાચાર આવી રહ્યા છે. આ વર્ષે વાતાવરણની અનુકૂળતા અને ઠંડીનું પ્રમાણ સતત જળવાઇ રહેવાને કારણે કેરીનો પાક ખૂબ સારો ઉતરે તેવી બાગાયત વિભાગે ધારણા વ્યક્ત કરી છે. સાથે જ રોગ અને જીવાતનો ઉપદ્રવ પણ ઓછો જોવા મળ્યો, જેના કારણે આ વર્ષે કેરીનો પાક સારો રહે તેવી શક્યતા છે.
કેરીના પાકમાં બમ્પર વધારો થશે :આ વર્ષે વાતાવરણની અનુકૂળતાને કારણે મોટાભાગની આંબાવાડીઓમાં આંબાઓ મ્હોરથી ઝૂમતા જોવા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતોએ કોઈ વિશેષ માવજત રાખવાની જરૂરિયાત નથી. આ વર્ષે આંબાના કેરીનો પાક ખૂબ સારા પ્રમાણમાં ઉતરે તેવી બાગાયત વિભાગે ધારણા વ્યક્ત કરી છે.
આનંદો ! કેરીના પાકમાં બંપર વધારો થવાની ધારણા (ETV Bharat Gujarat) દવાનો છંટકાવ કેવી રીતે કરશો ?ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેતા આંબામાં અત્યાર સુધી કોઈ રોગ કે જીવાતનો ઉપદ્રવ પણ જોવા મળ્યો નથી. આ સ્થિતિમાં બિનજરૂરી દવાનો છંટકાવ કરવાથી મધમાખીની સંખ્યામાં ચોક્કસ ઘટાડો થશે, જે કેરીના ઉત્પાદન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અસામાન્ય સંજોગોને બાદ કરતા જો કોઈ પણ સ્થિતિમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો ખેડૂતોએ 10 લીટર પાણીમાં ઈમીડા નામના રસાયણને 7 ML મર્યાદામાં લઈ છંટકાવ કરવો જોઈએ. દવા છંટકાવ કરતી વખતે ખેડૂતોએ ખાસ ધ્યાન રાખવું કે દવાનો છંટકાવ મોર પર વધારે ન થાય.
આંબાવાડીઓમાં આંબાને મ્હોર આવ્યા (ETV Bharat Gujarat) આંબાવાડીઓમાં આંબાને મ્હોર આવ્યા (ETV Bharat Gujarat) પિયત પાણી કે ખાતર કેટલું આપશો ? હાલમાં ગીરમાં મોટાભાગની આંબાવાડીમાં પિયત પાણીની જરૂરિયાત પણ બિલકુલ નથી. એવો કોઈ વિસ્તાર કે જેની જમીન પાણીના નિતારવાળી હોય, આ વિસ્તારમાં ખેતીની ભાષામાં ધકાનું એક પાણી આપી શકાય, આ સિવાય વધારે કોઈ પિયતની જરૂર નથી. હાલ પુષ્કળ પ્રમાણમાં મોર છે, હવે કેરી જ્યારે વટાણા જેટલું કદ ધારણ કરે ત્યારબાદ આંબાને ખાતર અને પાણી આપી શકાય. આ સિવાય આંબાને કોઈ પણ પ્રકારના પાણી કે ખાતરની જરૂરિયાત જોવા મળતી નથી.
- રેકોર્ડ બ્રેક ભાવે વેચાઈ "પોરબંદરમાં કેસર કેરી", ભાવ જાણીને ચોંકી જશો
- ડાયાબિટીઝના દર્દીઓએ ભૂલથી પણ કેળા, કેરી અને દ્રાક્ષ ન ખાવા જોઈએ