અમદાવાદ: મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે પહોંચ્યા હતા.
ભગવાન જગન્નાથજીના કર્યા દર્શન
જોકે, ઉત્તરાયણ પર્વની શરૂઆત તેમણે પરિવારજનો સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કરીને કરી હતી. મંદિર ખાતે કેન્દ્ર ગૃહમંત્રીએ ગૌ પૂજા કરી હતી અને આરતીમાં પણ જોડાયા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથજીના દર્શન (Etv Bharat Gujarat) ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજ રોજ સવારે 11:00 વાગ્યે મેમનગર વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન સોસાયટીમાં તેઓ મકરસંક્રાંતિનો તહેવાર મનાવવા માટે પહોંચ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના 2 પતંગ કપાયા (ETV BHARAT GUJARAT) પતંગ ચગાવી કરી ઉત્તરાયણની ઉજવણી
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર પ્રતિમાબેન જૈન સહિત ભાજપના નેતાઓ તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા. ત્યાં તેમનું ભવ્ય સ્વાગત તેમનું કરવામાં આવ્યું હતું અને ધાબા પર જઈને અમિત શાહે પોતાના આગવા અંદાજમાં પતંગ પણ ચડાવી હતી. બપોરે કેન્દ્રીય ગૃહમંત્રી રાણીપ વિસ્તારમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની સાથે પંતગ ઉડાડવાની મજા માણી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ રાણીપમાં ઉડાડી પતંગ (Etv Bharat Gujarat) અમિત શાહના 2 પતંગ કપાયા: કેન્દ્રીય મંત્રી અમિત શાહે જેવો જ પતંગ ચગાવ્યો ત્યાં તો થોડી જ ક્ષણોમાં તેમનો પહેલો પતંગ કપાઈ ગયો હતો. તો થોડાક વિરામ બાદ તેમણે બીજો પતંગ ચગાવ્યો હતો. તે પતંગ પણ 2 મિનિટમાં કપાઈ ગયો હતો. ત્યારબાદ આજુબાજુના લોકોએ પણ પતંગ ચગાવ્યા હતા. જેમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.. અમિત શાહ પતંગ જેવો કપાયો તેવો જ ચારે તરફથી બૂમો સંભળાવવા લાગી કે, કાયપો છે... કાયપો છે... લપેટ... લપેટ...
આ પણ વાંચો:
- 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ, સુરત: 2025,' વારંવાર સુરત આવવાનું કહેતા વિદેશી પતંગબાજો
- આ ઉત્તરાયણમાં જોવા મળશે નવો ટ્રેન્ડ, પતંગ બજારમાં લોકો પતંગ-દોરી સાથે 'બાવલા' પણ ખરીદી રહ્યા છે