સુરતઃમહુવા તાલુકા વિકાસ અધિકારી (TDO) સાથે થયેલી મારામારીનો ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો છે. મહુવા તાલુકા પંચાયતના શેખપુર સીટના સભ્ય પરિમલ પટેલે TDO પી.સી. માહલાની ચેમ્બરમાં ઘૂસી તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ઘટનામાં સભ્ય પરિમલ પટેલે TDOને અપશબ્દો કહ્યા અને "તું અહીંથી ઉઠ, તારી અહીં કોઈ જરૂર નથી" કહીને ધમકાવ્યા હતા. એટલું જ નહીં, તેમણે TDOને મુક્કા અને લાતો મારી તેમનું શર્ટ પણ ફાડી નાખ્યું હતું. પોતાની જાનને જોખમ જોઈ TDOએ ઓફિસને તાળાં મારી દીધા હતા, પરંતુ આટલેથી ન અટકતા પરિમલ પટેલે ઓફિસના દરવાજે લાતો મારી અને બાજુમાં મૂકેલી લોકની ચાવી લઈને પોતાની અલ્ટો કારમાં બેસીને ભાગી ગયા હતા.
મહુવા TDOને તાલુકા પંચાયત સભ્યએ શર્ટ ફાડી માર માર્યાની ફરિયાદ (Etv Bharat Gujarat) આ સમગ્ર ઘટના બાદ TDO પી.સી. માહલાએ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
મહુવા TDOને તાલુકા પંચાયત સભ્યએ શર્ટ ફાડી માર માર્યાની ફરિયાદ (Etv Bharat Gujarat) મહુવા તાલુકાના વિકાસ અધિકારી પી.સી. માહલાએ જણાવ્યું હતું કે, હું ઓફિસમાં હાજર હતો અને અમારી કચેરીના હિસાબી શાખાના નાયબ હિસાબનીશ કલ્પેશભાઇ પટેલ તથા બાંધાકામ વિભાગના અધિક મદદનીશ ઇજનેર અંકુરભાઇ રાઠોડ તથા મનરેગા વિભાગના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર કલ્પેશભાઇ વસાવાનાઓ સાથે હાજર હતા. પંદર ટકા વિવેકાધિન યોજના બાબતે મિટીંગમાં ચર્ચા ચાલતી હતી. તે દરમ્યાન સાંજના આશરે સવા ચારેક વાગેના સુમારે મહુવા તાલુકા પંચાયતના સભ્ય પરીમલભાઇ પરેશભાઇ ઢો. પટેલ રહે. શેખપુરગામ, તા. મહુવા જી. સુરતનાઓ અચાનક મારી ઓફિસનો દરવાજાને ધક્કો મારી અંદર ઘુસી જઈ ગમે તેમ અપશબ્દો આપ્યા હતા. તેઓ મને કહેવા લાગ્યા કે" તું ઉઠ અહીંયાથી નીકળ, અહીં તારી કોઇ જરૂર નથી" તું ખોટી હોંશિયારી નહીં માર" તેમ કહીં મારા ટેબલ પાસે આવી ટેબલ ઉપર રાખેલા સરકારી કાગળોવાળી ફાઇલ ફેંકી દીધા. મને શરીરે ગમે-તેમ ઢીક-મુક્કી, લાતોથી ગડદાપાટુનો માર મારવા લાગ્યા અને મારૂ શર્ટ પણ ફાડી નાખ્યું હતું. જેથી મારી ઓફિસમાં હાજર તથા અમારા સ્ટાફના બીજા માણસો પટાવાળા ગોકુળભાઇ દલુભાઇ ચૌધરી તથા જીનલભાઇ મહેશભાઇ પટેલ તથા રાકેશભાઇ અરવિંદભાઇ પટેલ આવી જતા તેઓએ મને છોડાવવા વચ્ચે પડેલા. તે દરમ્યાન આ પરીમલભાઇએ મને હાથથી મુક્કો મારવા જતા મારા પટાવાળા ગોકુળભાઇને ખભા પાસે મુક્કો વાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ છે.
- અમદાવાદની મેડિકલ સ્ટુડન્ટે કોટામાં કર્યો આપઘાતઃ મૃત્યુના એક દિવસ પહેલા યુવતી આવું જીવી
- રાજધાનીમાં છવાયો મણિયારો રાસ, દેશભરમાંથી ટેબ્લોના કલાકારોમાં મેળવ્યો ત્રીજો ક્રમ