મહીસાગર : અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર મહીસાગર જિલ્લામાં લોકોમાં ભારે ઉત્સાહ જવા આ મળી રહ્યો છે. મહીસાગર જિલ્લામાં સુંદરકાંડ અને દીપોત્સવ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. મહીસાગર જિલ્લાના શહેરોમાં અયોધ્યામાં રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ 11 થી1 દરમ્યાન કરશે. સાંજના સમયે ઘરે ઘરે દીપ પ્રાગટય, હનુમાન ચાલીસા, સમૂહ આરતી જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. આ ઉપરાંત બપોર બાદ ભવ્ય શોભાયાત્રા યોજાનાર છે.
નગરજનો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયાં : આજે સવારે જિલ્લાના નગરોમાં સવારે પ્રભાત ફેરી, રામ ધૂન અને હનુમાન ચાલીસા જેવા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. બાલાસિનોર રામજી મંદિરને પણ ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે. અયોધ્યામાં જે પથ્થરમાંથી મૂર્તિ કંડારવામાં આવી છે એવી જ રીતે બાલાસિનોરના રામજી મંદિરમાં 200 વર્ષ પુરાણી શ્યામવર્ણ સ્વરુપે રામલલા બિરાજમાન છે. બાલાસિનોર નગરમાં આવેલ રામજી મંદિરથી ખાતે 12:20 વાગે મહા આરતી, બપોરે 1 કલાકે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રામજી મંદિરથી નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરશે. સાંજના સમયે દીપોત્સવ અને ભવ્ય આતશબાજી, તદ ઉપરાંત દરેક વિસ્તારમાં મંદિરોમાં મહા આરતી, અને સાંજે ગરબાનું આયોજન કરેલું છે, તો બીજી તરફ નગરજનો દ્વારા સુંદરકાંડ અને સમૂહમાં ભોજનનું આયોજન કરેલ છે.
રામલલા જેવી શ્યામવર્ણની મૂર્તિ :બાલાસિનોર રામજી મંદિર ટ્રસ્ટી જય ત્રિવેદીના જણાવ્યા મુજબ આ ભવ્ય મંદિર રામજી મંદિર છે. આજે 22મીએ રામલલાની જે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં જે પથ્થરમાંથી મૂર્તિ કંડારવામાં આવી છે એવી જ રીતે બાલાસિનોરના રામજી મંદિરમાં 200 વર્ષ પહેલાં શ્યામવર્ણ સ્વરુપે રામલલા બિરાજમાન છે. તેના સંદર્ભે આજે બાલાસિનોરમાં પણ દિવાળી જેવો મહોત્સવ સર્જાયો છે. જેના ભાગ રૂપે આજે બાલાસિનોરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે પ્રભાત ફેરી, ત્યાર બાદ મંગળા આરતી, બપોરે 12:20 મહા આરતી અને 1 વાગ્યા થી શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શોભાયાત્રા પૂર્ણ થયા પછી 6:20 કલાકે દરેક મંદિરોમાં સમૂહ આરતીનો પ્રોગ્રામ છે. અને ત્યાર બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. આખા નગરને શુસોભિત કરવામાં આવ્યું છે. જાણે કે દિવાળીનો તહેવાર હોય તેવો માહોલ ઊભો થયો છે અને રામજી ફરી પધારી રહ્યા છે.