ગુજરાત

gujarat

ETV Bharat / state

'બોલ મારી અંબે, જય જય અંબે' કલેકટરે રથ ખેંચી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ કરાવ્યો, - Mahamela of Bhadravi Poonam - MAHAMELA OF BHADRAVI POONAM

અંબાજી ખાતે લાખો માઈભક્તોના આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો કલેકટરના હસ્તે રંગેચંગે આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. કલેકટર સહિતના અધિકારીઓએ મા અંબાના રથનું પૂજન અર્ચન કરી, રથને ખેંચી મેળાની શરૂઆત કરાવી છે. જાણો સમગ્ર વિગત..., Mahamela of Bhadravi Poonam was started

કલેકટરના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ
કલેકટરના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2024, 10:22 AM IST

કલેકટરના હસ્તે ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ (ETV Bharat Gujarat)

અંબાજી: શક્તિપીઠ અને પવિત્ર યાત્રાધામ એવા અંબાજી ખાતે આજથી 18 મી સપ્ટેમ્બર સુધી સાત દિવસીય ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાઇ રહ્યો છે. શક્તિ, ભક્તિ અને આસ્થાના મીની કુંભ સમાન આ મહામેળાની આજથી શરૂઆત થઈ છે. આ મેળાનો જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના હસ્તે શુભારંભ કરાયો હતો.

જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું (ETV Bharat Gujarat)

આજથી મેળાનો શુભારંભ: અંબાજી ખાતે દાંતા રોડ ઉપર વેંકટેશ માર્બલ નજીક માતાજીના રથની શાસ્ત્રોક્ત રીતે અને ભક્તિભાવથી પૂજા- અર્ચના કરીને કલેક્ટર સહિત મહાનુભાવોએ રથને થોડેક સુધી દોરીને મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનો શુભારંભ થતાની સાથે જ 'બોલ મારી અંબે જય જય અંબે'ના નાદ સાથે ગિરિમાળાઓ ગુંજી ઉઠી હતી.

મેળાનો પ્રથમ દિવસ:કલેકટર મિહિર પટેલે લાખો માઇભક્તોને મેળામાં આવકારતાં મા અંબા માઈભક્તોની મનોકામના પૂર્ણ કરે અને મેળો સુખરૂપ નિર્વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કરી હતી. મેળાના પ્રથમ દિવસથી વિવિધ સેવા કેમ્પો પણ ધમધમી ઉઠ્યા છે, ત્યારે કલેકટર મિહિર પટેલે સિદ્ધહેમ સેવા કેમ્પ ખાતે મુલાકાત કરી સેવા કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. તેમજ પદયાત્રીઓને ભોજન પીરસી મેળાની શુભકામનાઓ પાઠવી હતી.

મેળાના પ્રારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ.જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદી સહિત અંબાજી મેળાના આયોજન માટે બનાવવામાં આવેલ વિવિધ સમિતિઓના સુપરવાઇઝર ઓફિસરો અને મોટી સંખ્યામાં માઈભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા વહીવટી તંત્ર સજ્જ: સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો 'બોલ માડી અંબે જય જય અંબે'ના નાદથી ગુંજી ઉઠશે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. માં અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદુરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.

ઉપરાંત, ત્રિશુળિયા ઘાટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઇ અકસ્માત ના સર્જાય અને પહાડો પરથી વરસાદની પરિસ્થિતિમાં પથ્થરો રોડ ઉપર ના આવે તે માટે સુરક્ષા ઉભી કરવામાં આવી છે. ત્રિશૂળીયા ઘાટ ઉપર તંત્ર દ્વારા લોખંડની જાળી મારી અને નેટ લગાવવામાં આવી છે, જેથી પહાડ પરથી ધસી આવતા પથ્થરો રોડ પર ના પહોંચે અને કોઈ દુર્ઘટના ના સર્જાય તેની કાળજી રાખવામાં આવી છે.

આ પણ વાંચો

  1. CM પદ પર ભુપેન્દ્ર પટેલને થયા 3 વર્ષ પૂર્ણ, જાણીએ તેમના કાર્યકાળ દરમિયાન રાજ્યએ કઈ સિદ્ધિઓ હાંસલ કરી - CM BHUPENDRA PATEL
  2. ગુજરાતના શહેરોને કનેક્ટ કરવા 20 નવીન હાઈટેક વોલ્વો બસ શરૂ: ગણેશ મહોત્સવમાં પથ્થરમારા અંગે બોલ્યા હર્ષ સંઘવી - New ST bus For Gujarat

ABOUT THE AUTHOR

...view details