છોટા ઉદેપુર: આજ રોજ એટલે કે ૪ જૂન એ સૌને જે પળની રાહ હતી એ દિવસ આવી ગયો છે. માત્ર જનતા જ નહિ પણ જે-તે સ્થળે ઉભેલા ઉમેદવાર પણ આ દિવસની રાહ જોતા હતા. અહીં જાણવા જેવી વાત એ છે કે, જાહેર થનારા પરિણામ માટે ભાજપા અને કોંગ્રેસની તડામાર તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે કોંગ્રસના ઉમેદવાર સુખરામ રાઠવા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે.
ગણતરી ત્યારે ઉમેદવારની સ્થિતિ: છોટા ઉદેપુર લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પોતાના રોજીંદા જીવનની જેમ એક મહિનો વિતાવ્યો છે. અને હવે જે ઘડીની રાહ છે, તે 4 જુનને એ દિવસ આવી ગયો છે. સુખરામ રાઠવા પોતાના ઘર પરીવાર સાથે સમય વિતાવ્યો છે. આકરી ગરમીમાં દિવસો પસાર થયા બાદ 4 જુનની રાહ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે સુખરામ રાઠવા આજે પોતના મતગણતરીના એજન્ટો સાથે રાતવાસો કરવાના છે. અને વહેલી સવારે ૫ વાગ્યાંની આસપાસ મત ગણતરી સેન્ટર ઉપર આવી આવશે.
માત્ર એટલું જ નહિ પરંતુ, છોટા ઉદેપુર લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઇ રાઠવા 3 લાખની સરસાઇથી જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા પણ જીતનો દાવો કરી રહ્યા છે, પરંતુ લીડનો આંકડો જાહેર કરી રહ્યા નથી.