ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ - Loksabha Election 2024

પોરબંદર લોકસભા અને વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર કે.ડી. લાખાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election Assembly Election Election Commission District Collector K D Lakhani

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ
પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : May 4, 2024, 7:39 PM IST

પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ (Etv Bharat Gujarat)

પોરબંદરઃ આગામી 7મી તારીખે 11 પોરબંદર લોકસભા બેઠક અને 83 પોરબંદર વિધાનસભા બેઠક પર મતદાન થવાનું છે. આ મતદાન માટે પોરબંદર વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા કઈ કઈ અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે તેની માહિતી એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપવામાં આવી હતી. જેમાં પોરબંદર જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીએ વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

13 ઓળખપત્ર માન્યઃ પોરબંદર જિલ્લા કલેક્ટર કે. ડી. લાખાણીએ મતદારોની સંખ્યા જણાવી હતી. તેમણે કહ્યું કે, પોરબંદર વિધાનસભામાં કુલ 2,64,226, કુતિયાણામાં કુલ 2,27,945, ગોંડલમાં કુલ 2,30,660, જેતપુરમાં કુલ 2,78 122, ધોરાજીમાં કુલ 2,69,668, માણાવદરમાં કુલ 2,49,344 અને કેશોદમાં કુલ 2,48,547 મળીને લોકસભા વિસ્તારમાં કુલ 17,68,212 અને 1,382 સર્વિસ વોટર્સ છે. મતદાનનો સમય સવારે 7થી સાંજે 6 કલાક સુધી રહેશે. મતદાન મથક ખાતે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ છે. મતદાનના દિવસે સવેતન રજા જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા નક્કી કરેલ કુલ 13 ઓળખ પુરાવાથી મતદાન કરી શકાય છે. પોરબંદર અને કુતિયાણામાં કુલ 484, ગોંડલમાં 74, જેતપુરમાં 75, ધોરાજીમાં 85, માણાવદર અને કેશોદમાં કુલ 1806 મતદાન મથકો છે.

જોખમી મતદાન મથકોઃ જોખમી મતદાન મથકોમાં પોરબંદર જિલ્લાના કુલ 99 મતદાન મથકો જોખમી છે. આ ઉપરાંત ગોંડલ જેતપુર ધોરાજી માણાવદર અને કેશોદના ફૂલ 314 મતદાન મથકો જોખમી છે આ ઉપરાંત ખાસ મતદાન મથકોમાં સખી મતદાન મથક પોરબંદર લોકસભામાં કુલ 49 છે અને દિવ્યાંગ લોકો માટે કુલ સાત મતદાન મથકો અને યુવા મતદાન મથક ની સંખ્યા એક છે અને મોડેલ મતદાન મથકો પોરબંદર લોકસભા વિસ્તારમાં સાત રાખવામાં આવ્યા છે આમ કુલ 64 મતદાન મથકો ખાસ પ્રકારના રાખવામાં આવ્યા છે.

ઈવીએમ અને વીવીપેટઃ મતદાનમાં ઉપયોગમાં લેવામાં આવનાર ઈવીએમ અને વીવીપેટ ની સંખ્યા પોરબંદર લોકસભામાં કુલ 1,806 બુથમાં 2255 બીયુ 2255 સિયુ, 2434 વીવી પેટ નો ઉપયોગ થશે , જેમાં મતદાન મથક માટે મતદાન સ્ટાફમાં પોરબંદર લોકસભામાં કુલ 1806 બુથમાં પ્રિપેન્ડિંગ ઓફિસર 1990 ફર્સ્ટ પોલિંગ ઓફિસર 1990 સેકન્ડ પોલીમ ઓફિસર 1,261 તથા મહિલા કોલીંગ ઓફિસર 2816 મળી કુલ 8057 સ્ટાફના કર્મચારીઓ ફરજ પર રહેશે.

ડિસ્પેચિંગ રીસીવિંગ સેન્ટર માટે ખાસ વ્યવસ્થાઃ ઈવીએમ અને પેટની ડિસ્પેચિંગ વ્યવસ્થામાં ત્યાંથી પોરબંદર ખાતે માધવાણી કોલેજ નેશનલ હાઈવે પોરબંદર પર તથા કુતિયાણામાં જવાહર નવોદય વિદ્યાલય નેશનલ હાઇવે ધરમપુર પોરબંદર અને ગોંડલમાં સંગ્રામ સિંહજી હાઇસ્કુલ ગોંડલ તથા જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ જેતપુર અને ધોરાજીમાં ન્યુ ભગવતસિંહ હાઈસ્કૂલ ધોરાજી તથા માણાવદરમાં સરકારી હાઈસ્કૂલ માણાવદર અને કેશોદમાં આદર્શ નિવાસી શાળા માંગરોળ રોડ કેશોદ પર કરવામાં આવી છે પોસ્ટલ બેલેટ થી મતદાન કરેલ સ્ટાફની વિગત માં પોરબંદર જિલ્લાના કુલ 2840 પોસ્ટલ મતદારો છે જેમાં કુલ 2628 કર્મચારીઓ એ મતદાન કરેલ છે.

અન્ય વ્યવસ્થાઓઃ મતદાનના દિવસે મતદાન મથક ખાતે એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેવી કે રેમ્પ, લાઈટ, ફર્નિચર, પીવાનું પાણી અને ઉનાળાની સિઝનને ધ્યાનમાં લઇ મતદાન મથકે છાયડાની વ્યવસ્થા નથી તેવા જિલ્લામાં કુલ 484 પૈકી 84 મતદાન મથકોમાં તથા પોરબંદર લોકસભા મત વિભાગના કુલ 1806 મતદાન મથકો પૈકી 205 મથકો ખાતે છાયડાની વ્યવસ્થા કરવામાં આવનાર છે. આ ઉપરાંત હીટ વેવ અનુસંધાને દરેક મતદાન મથકમાં મેડિકલ સ્ટાફ ની જરૂરી મેડિકલ પીઠ ઉપર ફીટ રહે તે અને જેઓ દ્વારા મતદારો દ્વારા મતદાન સ્ટાફના આરોગ્ય લગતી જરૂરી સહાય કરશે. દરેક મતદાન મથક ખાતે પૂરતું પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત મતદાન મથક ખાતે લાઈનમાં ઊભા રહેવા તકલીફ પડતી હોય તેવા ઉંમરલાયક મતદારો તથા દિવ્યાંગ મતદારો માટે બેસવાની બેંચ તેમજ ખુરશીની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત 10થી 15 મતદાન મથકના ક્લસ્ટર વાઈઝ 1 એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસ બંદોબસ્તઃ આગામી 7 તારીખે મતદાન કરવા લોકો નિર્ભય રીતે જાય અને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોરબંદર પોલીસ વિભાગના એસપી ભગીરથસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કુલ 3 પેરા મિલેટ્રી ફોર્સ અને સ્થાનિક પોલીસ જીઆરડી મળીને 1300 જેટલા પોલીસ જવાનો અને 39 જેટલી ગ્રુપ પોલીસ મોબાઇલ પોરબંદર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ભયમુક્ત રીતે ચૂંટણી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આચારસંહિતા અમલમાં આવી ત્યારથી 4,500 જેટલા લોકો સામે એન્ટી સોશિયલ એક્શન લેવાયા છે. આ ઉપરાંત 900 જેટલા પ્રોહિબિશન અને 93 જેટલા પાસાના તથા તડીપાર કેસ નોંધાયા છે. આ ઉપરાંત 736 હથિયાર ધારકો પાસેથી અત્યાર જમા લેવામાં આવ્યા છે અને 4 કેસ ગેરકાયદેસર હથિયારના નોંધાયા છે. આ ઉપરાંત 1 NDPSનો ગુનો નોંધાયો છે. 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. જ્યાં નિયમિત સમયે ચેકિંગ ચાલી રહ્યું છે.

  1. સોનિયાબેને રાહુલયાનને 20-20 વખત લોન્ચ કર્યુ, વાંધો સીટમાં નથી તમારામાં છે: અમિત શાહનો કોંગ્રેસનો ટોણો - Amit Shah Addresses Public Meeting
  2. 'ભાજપે છેલ્લા 10 વર્ષમાં નફરતના બીજ વાવ્યા છે', બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી ભાજપ પર વરસ્યા - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details