ગુજરાત

gujarat

ETV Bharat / state

Loksabha Election 2024: રાજકોટ કોંગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ સંગઠન મજબૂતીના પ્રયત્નો શરુ કર્યા

લોકસભાની ચૂંટણીને લઈને રાજકોટ કોંગ્રેસ સક્રિય થઈ. સંગઠનને મજબૂત કરવાના પ્રયત્નોમાં જોતરાઈ રાજકોટ શહેર કોંગ્રેસ. લોકસભા ચૂંટણી મુદ્દે રાજકોટ શહેર પ્રમુખ અતુલ રાજાણીએ ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો આ વાતચીત વિશે વિગતવાર. Loksabha Election 2024 Rajkot

By ETV Bharat Gujarati Team

Published : Feb 26, 2024, 5:40 PM IST

રાજકોટ કોંગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ સંગઠન મજબૂતીના પ્રયત્નો શરુ કર્યા
રાજકોટ કોંગ્રેસે લોકસભા ચૂંટણી અગાઉ સંગઠન મજબૂતીના પ્રયત્નો શરુ કર્યા

કોંગ્રેસ 24 લોકસભા બેઠક પર ચૂંટણી લડશે

રાજકોટ: આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી છે. જેથી તમામ પક્ષો અત્યારથી જ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો રાજકોટમાં યોજાયો હતો. ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જનસભા પણ યોજાઈ હતી. એવામાં બીજી તરફ કોંગ્રેસ પણ સક્રિય થયું છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કાર્યાલય પણ શરુ કરવામાં આવશે. અગામી દિવસોમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પણ રાજકોટ ખાતે પ્રચાર કરવા માટે આવે તેવી શકયતાઓ છે.

જન સમસ્યાઓને આગળ રાખી પ્રચારઃ ETV BHARAT સાથેની વાતચીતમાં અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે. એવામાં કોંગ્રેસ દ્વારા શહેરમાં બૂથ લેવલનું કામ કરવામાં આવશે. જ્યારે સંગઠન મજબૂત બનાવવામાં આવશે. જેથી લોકસભાની ચૂંટણીમાં ખૂબ મજબૂતાઈથી કોંગ્રેસ આગળ વધશે. આગામી એક અઠવાડિયામાં કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા યોજવામાં આવનાર તમામ કાર્યક્રમની વિગતો જાહેર કરવામાં આવશે. વર્તમાનમાં જનતા ખૂબ જ મોંઘવારીનો માર સામાન્ય જનતા સહન કરી રહી છે. આ સાથે જ મોટા પ્રમાણમાં બેરોજગારી છે આવા અનેક મુદ્દે લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડે છે ત્યારે અમે લોકોના પ્રશ્નોને વાચા આપીને લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરશું.

કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશેઃ ઈન્ડિયા ગઠબંધન બાદ ગુજરાતની ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે હાલ માત્ર બે બેઠકો ઉપર જ ગઠબંધન છે બાકીની 24 બેઠક ઉપર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે એવામાં રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથવાદ છે. ત્યારે આ મામલે શહેર પ્રમુખે જણાવ્યું હતું કે હાલ કોઈપણ પ્રકારની નારાજગી કોંગ્રેસના એક પણ કાર્યકર્તાઓમાં નથી પરંતુ ઘર હોય ત્યાં વાસણો ખખડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ જે હશે તે તમામ લોકોને સાથે રાખીને પ્રશ્નોનું નિરાકરણ લાવશું અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તેવા પ્રયાસો કરીશું.

શહેર કોંગ્રેસમાં કોઈ નારાજગી નથીઃ રાજકોટ લોકસભાની બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક માનવામાં આવે છે ત્યારે આ બેઠકો ઉપર કોંગ્રેસ કેવી રીતના જીતશે એ અંગે અતુલ રાજાણી એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ બૂથ લેવલે જશે અને સંગઠન મજબૂત કરશે આ સાથે જ પક્ષ દ્વારા જે પણ કોંગ્રેસના નેતાને ટિકિટ આપવામાં આવશે તેને જીતાડવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ પૂરી તાકાતથી કામ કરશે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે પીએમ મોદી દ્વારા ગઈકાલે રાજકોટમાં રોડ શો યોજીને જનસભા સંબોધવામાં આવી હતી આ સાથે જ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો એવામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આગામી દિવસોમાં મોટા કાર્યક્રમ યોજવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

હાલ માત્ર બે બેઠકો ઉપર જ ગઠબંધન છે બાકીની 24 બેઠક ઉપર કોંગ્રેસ ચૂંટણી લડવાની છે. હાલ કોઈપણ પ્રકારની નારાજગી કોંગ્રેસના એક પણ કાર્યકર્તાઓમાં નથી પરંતુ ઘર હોય ત્યાં વાસણો ખખડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે પરંતુ જે હશે તે તમામ લોકોને સાથે રાખીને પ્રશ્નોનું નિરાકરણ લાવશું અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તેવા પ્રયાસો કરીશું...અતુલ રાજાણી(પ્રમુખ, રાજકોટ શહેર કોંગ્રેસ)

  1. PM Gujarat Visit Rajkot: પીએમ મોદીએ રાજકોટમાં 48 હજાર કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
  2. કોંગ્રેસમાંથી જનારાઓની અમે વધારે ચિંતા નથી કરતા: સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી બી.એમ સંદીપ

ABOUT THE AUTHOR

...view details