ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ કલેક્ટર કચેરીથી ઉમેદવારી પત્રકો મેળવ્યા - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલન ઉગ્ર બની રહ્યું છે. આ સંજોગોમાં ઈવીએમ વિરુદ્ધ બેલેટની લડાઈને મજબૂત કરવા 100થી વધુ ક્ષત્રિય મહિલા ઉમેદવારોએ ક્યા પ્રકારની રણનીતિ અપનાવી રહી છે એ વિશે વાંચો આ અહેવાલ વિગતવાર. Loksabha Election 2024

રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ કલેક્ટર કચેરીથી ઉમેદવારી પત્રકો મેળવ્યા
રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ કલેક્ટર કચેરીથી ઉમેદવારી પત્રકો મેળવ્યા

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 7:16 PM IST

રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ કલેક્ટર કચેરીથી ઉમેદવારી પત્રકો મેળવ્યા

રાજકોટઃ પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોના આંદોલનમાં આજે ક્ષત્રિય મહિલાઓએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી મહિલાઓએ ફોર્મ ઉપાડવાનાં ચાલુ કર્યા હતા અને 100થી વધુ ફોર્મ મેળવ્યા હોવાની વિગતો મળી રહી છે. સાથે સાથે અન્ય પાર્ટીઓનાં સભ્યો દ્વારા ઉપડાવામાંઆવેલા ફોર્મની સંખ્યા 50થી વધુ છે.

ઈવીએમ વિરુદ્ધ બેલેટ પેપરઃ ક્ષત્રિય સમાજે રાજકોટ ખાતે ઓછામાં ઓછી 100 મહિલા ઉમેદવારોને આ વખતે પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ લોકસભાની ચૂંટણી લડાવા મેદાનમાં ઉતારી રહી છે. ઈવીએમ વિરુદ્ધ બેલેટ પેપર થકી ચૂંટણી કરવાનાં હેતુથી રાજપૂત સમાજની મહિલાઓએ આજે ઉમેદવારી ફોર્મ મેળવ્યા હતા. આજે ક્ષત્રિય મહિલાઓએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી મહિલાઓએ ફોર્મ ઉપાડવાનાં ચાલુ કર્યા હતા અને 100થી વધુ ફોર્મ મેળવ્યા હોવાની વિગતો મળી રહી છે. સાથે સાથે અન્ય પાર્ટીઓનાં સભ્યો દ્વારા ઉપડાવામાંઆવેલા ફોર્મની સંખ્યા 50થી વધુ છે.

રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓએ કલેક્ટર કચેરીથી ઉમેદવારી પત્રકો મેળવ્યા

શું કહે છે ક્ષત્રિય મહિલાઓ?: રાજપૂત સમાજની શિક્ષિત મહિલા ઉમેદવારો માયાબા તેમજ દિવ્યાબાએ ફોર્મ લીધા બાદ કલેક્ટર કચેરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા સમાજની મહિલાઓની ગરિમા, અસ્મિતા અને ગર્વ માટે ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે. અમે કોઈ પક્ષ કે વિચારધારાનાં વિરોધમાં નથી. રુપાલાએ જે નિવેદન કર્યુ છે તેનાથી અમારા સમાજની માતા-બહેન-દીકરીઓનું અપમાન થયું છે. રુપાલાની ટિકિટ રદ થાય તેવી અમારી માંગણી છે. આજે અમે ક્ષત્રિય મહિલાઓએ રાજકોટ કલેક્ટર કચેરી ખાતેથી મહિલાઓએ ફોર્મ ઉપાડવાનાં ચાલુ કર્યા હતા અને 100થી વધુ ફોર્મ મેળવ્યા છે.

  1. રુપાલા વિરુદ્ધની લડાઇમાં રાજપૂત સમાજને અનંત પટેલનું સમર્થન, શું કહ્યું જૂઓ - Rupala Protest
  2. ડભોઈના ભીલોડિયા ક્ષત્રિય સમાજ પરશોત્તમ રુપાલા સામે લાલઘૂમ, પૂતળાંદહન કરી વિરોધ પ્રદર્શન - Bhilodia Kshatriya Samaj

ABOUT THE AUTHOR

...view details