નવસારીઃ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠક ઉમેદવાર સી. આર. પાટીલ દ્વારા નવસારી લોકસભા અંતર્ગત આવતી ત્રણેય વિધાનસભાઓમાં અંદાજે 50 થી વધુ ગામડાઓને આવરી લઈ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. જેમાં ત્રીજા તબક્કાની રેલી આજે સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ જલાલપોરના કાંઠાના ગામડાઓમાં ફરી નવસારી શહેરમાં પ્રવેશી હતી.
જલાલપોર અને નવસારી વિધાનસભા વિસ્તારમાં સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાઈ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભાના ઉમેદવાર સી. આર. પાટીલે આજે જલાલપોર અને નવસારી વિધાનસભાના ગામડાઓ અને શહેરી વિસ્તારમાં ચુંટણી પ્રચાર કર્યો. જલાલપોર તાલુકાના મરોલી ચાર રસ્તાથી સી.આર. પાટીલ વિશેષ રથમાં રોડ શો યોજ્યો. આ રોડ શોમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય આર. સી. પટેલ, રાકેશ દેસાઈ સહિતના આગેવાનો જોડાયા હતા. Loksabha Election 2024 Navsari Seat BJP C R Patil R C Patel Rakesh Desai
![જલાલપોર અને નવસારી વિધાનસભા વિસ્તારમાં સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાઈ - Loksabha Election 2024 સી. આર. પાટીલની વિજય સંકલ્પ રેલી યોજાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-05-2024/1200-675-21380591-thumbnail-16x9-b-aspera.jpg)
Published : May 3, 2024, 9:33 PM IST
100 કિમીથી વધુ લાંબો રુટઃ અંદાજે 100 કિલોમીટરથી વધુના આ રૂટ પર ભાજપ ઉમેદવાર સી. આર. પાટીલ સાથે જલાલલોરના ધારાસભ્ય આર. સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો વિજય સંકલ્પ રથમાં સવાર થઈ મતદારો સુધી પહોંચ્યા હતા. જ્યાં ગામડાઓમાં ભાજપી આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકોએ મોટી સંખ્યામાં સી. આર. પાટીલને સમર્થન જાહેર કર્યુ હતું. સૌથી લાંબા રૂટ ઉપર ચૂંટણી પ્રચાર કરી જલાલપોરના મંદિર ગામે વિજય સંકલ્પ રેલીનું સમાપન કરાયું હતું. અંદાજે 50 થી વધુ ગામડાઓને આવરી લઈ વિજય સંકલ્પ રેલી યોજવામાં આવી હતી. જેમાં ત્રીજા તબક્કાની રેલી આજે સવારે 9:00 વાગ્યાથી શરૂ થઈ જલાલપોરના કાંઠાના ગામડાઓમાં ફરી નવસારી શહેરમાં પ્રવેશી હતી.
જલાલપુરના ધારાસભ્ય આર.સી. પટેલે જણાવ્યું હતું કે નવસારી લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલે આજે ત્રીજા તબક્કાનો પોતાનો પ્રચાર શરૂ કર્યો હતો. જેમાં નવસારી જલાલપોર વિધાનસભામાં આવતા તમામ ગામોનો સંપર્ક કર્યો હતો. જેમાં લોકોએ પણ તેઓને ખૂબ આવકાર્યા છે જેથી મને ખાતરી છે કે સાત તારીખે દરેક મતદાર મતદાન કરશે. જેનું ઘણું સારું પરિણામ આવશે અને સી. આર. પટેલ જંગી લીડથી વિજયી થશે.