ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂનાગઢના આગામી સાંસદ સામે જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોની ભરમાર, મતદારોએ રજૂ કરી વિવિધ માંગણીઓ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

લોકસભાની સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 7 મેના દિવસે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર મતદાન થવાનું છે. જૂનાગઢના નવા સાંસદ સામે જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોની ભરમાર છે. ઈટીવી ભારતે જૂનાગઢ મતદારોના પ્રતિભાવો મેળવ્યા છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024

મતદારોએ રજૂ કરી વિવિધ માંગણીઓ
મતદારોએ રજૂ કરી વિવિધ માંગણીઓ

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 6:31 PM IST

મતદારોએ રજૂ કરી વિવિધ માંગણીઓ

જૂનાગઢઃ છેલ્લા 10 વર્ષમાં જૂનાગઢમાં વિકાસકાર્યોમાં મતદારોની અપેક્ષાઓ પૂરી થઈ નથી ત્યારે જે પણ નવા સાંસદ આવશે તેમની સામે જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોની ભરમાર જોવા મળશે. એક દસકાથી જૂનાગઢ બેઠકનું લોકસભામાં પ્રતિનિધિત્વ કરનાર સાંસદ રાજેશ ચુડાસમા કોઈ વિશેષ આયોજન કે લોકોપયોગી કાર્યો કરવામાં સફળ રહ્યા નથી તેવો વસવસો મતદારો કર્યો છે.

મુખ્ય જન સમસ્યાઓ અને લોક પ્રશ્નોઃ સામાન્ય રીતે સાંસદે વધુ પ્રાધાન્ય લોકસભા મતવિસ્તારમાં કેન્દ્ર સરકારની યોજનાના લાભો તેમજ વિવિધ સરકારી મંજૂરી સંસદમાંથી અપાવવી જોઈએ. જૂનાગઢના મતદારોએ પ્લાસ્ટિકનું પ્રદૂષણ, રેલવે, મોંઘવારી, પેન્શન અને મહિલાઓ માટે ખાસ વિશેષ ઔદ્યોગિક એકમો જેવી સમસ્યાઓ ઈટીવી ભારત સમક્ષ રજૂ કરી છે. જૂનાગઢમાં ઈકો સેન્સિટીવ ઝોનનો પ્રશ્ન હાલ 'ટોક ઓફ ધ ટાઉન' બની રહ્યો છે. રાજ્યની વડી અદાલત પણ અભયારણ્ય વિસ્તારમાં પ્રદૂષણને લઈને ખૂબ જ આકરી છે.

રેલવે કનેક્ટિવિટીઃ જૂનાગઢ લોકસભા ક્ષેત્ર પર્યટન ક્ષેત્રે ખૂબ મહત્વનું છે. રેલવેની કનેક્ટિવિટીની સાથે પ્રવાસીઓને લગતી સુવિધાઓમાં વધારો કેન્દ્રની યોજનાઓ દ્વારા કરવામાં આવે તો પર્યટન ક્ષેત્રનો વિકાસ વેગવંતો બની શકે છે. સાસણ ગીર, સોમનાથ મહાદેવ મંદિર અને દીવ સુધીના આ પર્યટન કોરીડોરમાં આજે અનેક સંભાવનાઓ હજુ પણ હયાત છે, પરંતુ દેશની સંસદમાં આ સમસ્યાના નિરાકરણને યોગ્ય પીઠબળ ન મળવાને કારણે આજે પર્યટન કોરિડોર સુમસામ જોવા મળે છે.

મોંઘવારી અને પેન્શનઃ સામાન્ય રીતે મોંઘવારી પ્રત્યેક ગૃહિણીને સૌથી અસર કરતો ચૂંટણી મુદ્દો છે. સતત વધતી મોંઘવારી અને તેમાં પણ રાંધણ ગેસના ભાવો મહિલાને ખૂબ જ રડાવી રહ્યા છે. કેન્દ્રની સરકાર અને જૂનાગઢના સાંસદ મોંઘવારી અને રાંધણ ગેસના ભાવને લઈને કોઈ હકારાત્મક નિર્ણય કરાવે તેવી માંગણી થઈ રહી છે. પાછલા વર્ષો દરમિયાન ભારત સરકારની જે ગ્રાન્ટ પ્રત્યેક સાંસદને મળતી હોય છે તેનો પણ પૂરતો અને સદુપયોગ જૂનાગઢ લોકસભા મત ક્ષેત્રમાં થયો નથી, કારણ કે એક દસકા પછી પણ સાંસદની કાર્યવાહી સંદર્ભે શૂન્યવકાશ જોવા મળી રહ્યો છે.

  1. ચૂંટણી પંચે 4 રાજ્યોના ઉચ્ચ અધિકારીઓની બદલીઓ કરી, ગુજરાતના બે અધિકારી શામેલ - Loksabha Election 2024
  2. Lok Sabha 2024: કચ્છની જનતા પરિવર્તનની લહેર કચ્છથી શરૂ કરીને INDIA ગઠબંધનની સરકારમાં રૂપાંતર કરશે તેવો પૂરેપૂરો વિશ્વાસ - નિતેશ લાલણ

ABOUT THE AUTHOR

...view details