દાહોદઃ પ્રથમપુરાના 220 નંબર બુથના વિવાદને ધ્યાને રાખીને ચૂંટણી પંચે ફરીથી મતદાનો નિર્ણય કર્યો છે. હવે પ્રથમપુરના આ બુથ પર તા. 11મી મે એટલે કે શનિવારે ફરીથી મતદાન યોજાશે. સ્થાનિક રાજકીય નેતા રમેશ ભાભોરના પુત્રે કરેલ હરકત મુદ્દે દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે ફરિયાદ નોંધાવી હતી.
11મી મેના રોજ ફરીથી મતદાનઃ ચૂંટણી પંચે દાહોદના તરામપુરના પ્રથમપુરા ગામના બુથ નંબર-220 પર ફરીથી મતદાનનો નિર્ણય કર્યો છે. હવે આ બુથ પર તા. 11મી મે એટલે કે શનિવારે ફરીથી મતદાન યોજાશે. આ બુથ પરના તમામ મતદારો સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ફરી મતદાન કરી શકશે. પોતાના ઓળખપત્રો મતદાતાઓએ સાથે રાખવાના રહેશે. જે રીતે 7મી મેના રોજ પ્રક્રિયા થઈ હતી તે જ રીતે ફરીથી મતદાન થશે.
ઈન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલઃ બુથ કેપ્ચરિંગની ઘટનામાં વિજય ભાભોર નામના વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે બુથમાં પ્રવેશ કરી મતદારોને રોકીને મતદારોનો વોટ પોતે આપીને તથા અપશબ્દો ઉચ્ચારીને ભયનો માહોલ ઊભો કરી પોતે જ મતદારોનો મત આપ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો આ વ્યક્તિએ instagram પર અપલોડ કર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો.
ડો. પ્રભાબેને નોંધાવી ફરિયાદઃ દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડ દ્વારા સ્થાનિક એ.આર.ઓને તાત્કાલિક ટેલીફોનિક જાણ કરાઈ હતી. જેમાં તમામ કર્મચારીઓ ઉપર કાયદેસરની કરવા માટે ઈલેક્શન કમિશનને લેખિતમાં દાહોદ એન્જિનિયરિંગ કોલેજ ખાતે જ ફરિયાદ કરી હતી.
- નિમુબેને ઓછા મતદાન અને 4 જૂન સુધીના આયોજન સંદર્ભે શું કહ્યું? જાણો વિગતવાર - Loksabha Election 2024
- મતદાન છે કે મજાક, મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટનાથી રાજકારણમાં ખળભળાટ - Lok Sabha Election 2024