ગુજરાત

gujarat

ETV Bharat / state

રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરનાર ભુપત ભાયાણી પર ભાજપ કાર્યવાહી કરે - પૃથ્વીરાજ ચૌહાણ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024

વિસાવદર વિધાનસભાના ભાજપ ઉમેદવાર ભુપત ભયાણીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી છે જેને લઈ કોંગ્રેસમાં ભારે રોષ છે. સુરત આવેલા મહારાષ્ટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણએ આ મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Election 2024 BJP Bhupat Bhayani Congress Comment on Rahul Gandhi Pruthviraj Chauhan

ભુપત ભાયાણી પર ભાજપ કાર્યવાહી કરે
ભુપત ભાયાણી પર ભાજપ કાર્યવાહી કરે

By ETV Bharat Gujarati Team

Published : Apr 23, 2024, 4:01 PM IST

ભુપત ભાયાણી પર ભાજપ કાર્યવાહી કરે

સુરતઃ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે. ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી બાદ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી એવા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ ધારાસભ્ય પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવેલ છે. તેમણે આ અંગે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપ આવી વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભુપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરે.

ચૂંટણી પંચથી કોઈ આશા નથીઃ સુરત આવેલા પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ આ નિવેદન અંગે મને જાણકારી નથી પરંતુ જો આ નિવેદન આપવામાં આવ્યું છે તો ભાજપને ભુપત ભાયાણી વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી ખૂબ જ નિંદનીય છે. કોંગ્રેસ હાઈકમાન્ડ આ અંગે કાર્યવાહી કરશે. ભાજપ હારી રહી છે તેથી બોખલાઈ ગઈ છે. આમ તો ચૂંટણીપંચ થી કોઈ આશા નથી તેમ છતાં અમે ત્યાં ફરિયાદ કરીશું. જો જરૂર પડશે તો અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું. આમ કહીને સુરત આવેલા મહારાષ્ટ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણએ આ મુદ્દે ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા વાકપ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી.

ભુપત ભાયાણી વિરુદ્ધ રોષઃ આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને હાલ ભાજપમાં જોડાયેલા ભુપત ભાયાણી વિસાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર છે. ભાયાણીએ રાહુલ ગાંધી પર વિવાદિત ટિપ્પણી કરી છે. આ ટિપ્પણી બાદ કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અગ્રણી એવા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલ ધારાસભ્ય પૃથ્વીરાજ ચૌહાણ સુરત આવેલ છે. તેમણે આ અંગે ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન મોદી પર આકરા વાકપ્રહાર કર્યા હતા.

  1. જો નિલેશ કુંભાણી ભાજપ વિરુદ્ધ હાઈકોર્ટમાં એફિડેવિટ નહિ કરે તો કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને સસ્પેન્ડ કરશે - Loksabha Election 2024
  2. "જો કાયમી કૃષિ નીતિ નહિ તો મત નહીં", રાજકોટમાં ખેડૂતો પોષણક્ષમ ભાવ માટે આકરાપાણીએ - Loksabha Election 2024

ABOUT THE AUTHOR

...view details