સુરત:લોકસભા ચૂંટણી યોજાય તે અગાઉ જ સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ વિજયી થયા છે. ત્યારથી જ નિલેશ કુંભાણીના વિરોધની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. માત્ર કોંગ્રેસ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નિલેશ કુંભાણીની સાથે કોર્પોરેટર રહી ચૂકેલા અને પૂર્વ કોંગ્રેસના નેતા દિનેશ કાછડીયા જે હાલ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે તેઓ સતત નિલેશ કુંભાણીનો વિરોધ કરી રહ્યા છે.
સુરતમાં નિલેશ કુંભાણીને રાક્ષસ અને વોન્ટેડ દર્શાવતું 25 ફૂટ લાંબુ બેનર લાગ્યું, સુરતમાં પ્રવેશ મુદ્દે કોણે આપી ચેલેન્જ ? - Loksabha Electioin 2024 - LOKSABHA ELECTIOIN 2024
આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા દ્વારા ફરી એક વખત નિલેશ કુંભાણીનો વિરોધ કરવામાં આવ્યો છે. આ વખતે કાછડીયાએ હીરાબાગ સર્કલના બ્રિજ પર 25 ફૂટનું બેનર લગાવ્યું છે. જેમાં નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે દર્શાવી વોન્ટેડ લખવામાં આવ્યું છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Loksabha Electioin 2024
Published : Apr 25, 2024, 4:14 PM IST
|Updated : Apr 25, 2024, 5:09 PM IST
25 ફૂટ લાંબુ બેનરઃ આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયાએ પાટીદાર વિસ્તાર એવા હીરાબાગ સર્કલના બ્રિજ પર 25 ફૂટનું બેનર લગાવ્યું છે. જેમાં નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે દર્શાવી વોન્ટેડ લખવામાં આવ્યું છે. દિનેશ કાછડીયાએ એક દિવસ પહેલા વરાછા પોલીસ મથકમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગણી કરી હતી.
નિલેશ ખોટો નથી તો કેમ ભાગી ગયો?: આ સમગ્ર મામલે દિનેશ કાછડીયાએ જણાવ્યું હતું કે, નિલેશ કુંભાણીએ લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. મતનો અધિકાર છીનવી લેવાયો છે. ઈન્ડિયા ગઠબંધને નિલેશને તક આપી. તેનું ફોર્મ રદ થયું નથી કરાવવામાં આવ્યું છે. આ ષડયંત્ર છે. જો નિલેશ ખોટો નથી તો શા માટે ભાગી ગયો છે? હું ચેલેન્જ આપું છું કે તે સુરત આવીને બતાવે. લોકોનો રોષ નિલેશ વિરુદ્ધ કેટલો છે તે આપોઆપ ખબર પડી જશે.