ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલીના આદેશ - IPS SPS Officers Transfer - IPS SPS OFFICERS TRANSFER

લોકસભાની ચૂંટણી માટે મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ગુજરાતના 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલીના આદેશ ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આમ ગૃહ વિભાગે કુલ 12 અધિકારીઓની બદલી કરી છે. Loksabha Electioin 2024 IPS SPS Officers Transfer Gujarat Police Gandhinagar

ગુજરાતના 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલીના આદેશ
ગુજરાતના 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલીના આદેશ

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 9:30 PM IST

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી અગાઉ પોલીસ વિભાગમાં ચૂંટણી પંચના આદેશથી વિવિધ પદેથી હટાવાયેલ 12 IPS અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી પડેલ મહત્વની જગ્યાઓ પર ચૂંટણી પંચની મંજૂરી સાથે નિમણૂક અપાઈ છે. જેમાં CBIમાંથી પરત ફરેલ 2 પોલીસ અધિકારીઓ ગગનદીપ ગંભીર અને રાઘવેન્દ્ર વત્સની નિમણૂક પણ સામેલ છે.

ગુજરાતના 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી
ગુજરાતના 10 IPS અને 2 SPS અધિકારીઓની બદલી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નવા ડીસીપી અજીત રાજ્યનઃ ગગનદીપ ગંભીરની રાજ્ય પોલીસના વહીવટ વિભાગના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરાઈ છે. આઈ પી એસ અધિકારી રાઘવેન્દ્ર વત્સની સુરત શહેર પોલીસના જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ તરીકે નિમણૂક કરાઈ છે. અજીત રાજયન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના નવા DCP બનાવવામાં આવ્યા છે. ડો.લલિના સિન્હાની સાઇબર ક્રાઇમના DCP તરીકે નિમણૂક કરવામાં આવી છે. હિમાંશુકુમાર વર્મા અમદાવાદ ઝોન 1 ના નવા DCP બનાવાયા છે. રૂપલ સોલંકીની DCP ઓફિસના સ્ટાફ તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે ભારતી જે પંડ્યાની ટેકનિકલ સર્વિસના સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરાઈ છે.

ઉષા રાડાની SRPFમાં ટ્રાન્સફરઃ શરદ સિંઘલની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપી તરીકે નિમણૂક કરાઈ છે. નિરજકુમાર બડગુજરની ક્રાઇમ બ્રાન્ચના JCP પદેથી બદલીને અમદાવાદ સેક્ટર 1 ના JCP બનાવાયા છે. ચૈતન્ય રવિન્દ્ર માંડલીકની CID ક્રાઇમમાં નિમણૂક કરવામાં આવી છે. મનિષસિંગની ગાંધીનગર MT વિભાગમાં સુપ્રિટેન્ડન્સ ઓફ પોલીસ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ઉષા રાડાની SRPF 6 ના કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

વેઈટિંગ ફોર પોસ્ટિંગઃ આજરોજ ચૂંટણી પંચે કરેલા આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગ અને ઇન્ચાર્જ જગ્યાઓ ભરવાની પ્રાથમિકતા આપવામાં આવી છે. તેમાં પણ અમદાવાદ શહેરની ત્રણ જગ્યા પર પોસ્ટિંગ તેમજ શરદ સિંઘલ, ભારતી પંડ્યા, ઉષા રાડા અને ચૈતન્ય માલિકને વેઇટિંગ ફોર પોસ્ટિંગમાંથી ચાર્જ સોંપવામાં આવ્યો છે. હવે તેમને નવી નિમણૂંક મળી ગઈ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ચૂંટણી હોવાના કારણે જે પોસ્ટ ખાલી હતી તે હવે ભરી દેવામાં આવી છે. જેના કારણે અમદાવાદ શહેરને મહત્વની પોસ્ટ ગણાતા વિસ્તારમાં અધિકારીઓની નિમણૂંક થઇ ગઈ છે.

  1. Gujarat Police: રાજ્યમાં 5 IPS અધિકારીઓની હંગામી બઢતી, આ અધિકારીઓને મળ્યું પ્રમોશન
  2. ગુજરાત પોલીસ વિભાગમાં ધરખમ ફેરફાર, 20 IPS સહિત 35 અધિકારીઓના બઢતી સાથે બદલી - Gujarat Police Department

ABOUT THE AUTHOR

...view details