સંતરામપુર:મહીસાગરના બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વીડિયો વાઇરલ થયો છે. મહીસાગર જિલ્લામાં સંતરામપુર વિધાનસભા મતવિસ્તારમાં બૂથ કેપ્ચરિંગના પ્રયાસનો વિડીયો સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોના લઈને સંતરામપુર પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. સંતરામપુરના પ્રથમપુર ગામે આ બુથ કેપ્ચરિંગ થયાનું જાણવા મળ્યું આ વિડીયોને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
સંતરામપુરના રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરનો વિડીયો વાઇરલ થયો છે. તેણે ચૂંટણી અધિકારીને ધમકાવ્યાનો આરોપ છે. કોંગ્રેસ ઉમેદવાર ડો.પ્રભાબેન તાવિયાડે આ બાબતે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે. કલેક્ટર નેહાકુમારીએ સમગ્ર કેસ હાથમાં સંભાળ્યો છે. પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી છે. આરોપી વિજય ભાભોર આ ઘટનામાં રીતસરનો ઇવીએમ સાથે રમતો નજરે પડ્યો હતો. તે કહેતો હતો અહીં એક જ ચાલે, બીજેપી જ ચાલે. વિજય ભાભોર. હું છું વિજય ભાભોર તેમ કહેતો નજરે આવે છે. તે કહેતો હતો કે આ મશીન મારા બાપનું છે. આમ કહી તે રીતસરનો તેના હાથમાં ઇવીએમ રમાડી રહ્યો હતો. તેની સાથે તે અપશબ્દો પણ બોલી રહ્યો હતો. આ ઉપરાંત મતદાન કરવા આવેલા લોકોને ધક્કો મારી દૂર કરી જાતે ઇવીએમનું બટન દબાવી રહ્યો હતો.
મતદાન મથકમાં મોબાઇલ લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં તે મોબાઇલ લઈ આવ્યો હતો. તેની આ પ્રવૃત્તિનો વિડીયો એક જાગૃત નાગરિકે ઉતારી લીધો હતો. તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ અંગે સંતરામપુર પોલીસે વિજય ભાભોરની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મતદાન છે કે મજાક, મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટનાથી રાજકારણમાં ખળભળાટ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024
ગુજરાતમાં મંગળવારે સાતમી તારીખે 25 લોકસભા બેઠક અને પાંચ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે મતદાન થયું હતું. આ મતદાન શાંતી પૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયું હતુ અને મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો ન હતો. પરંતુ હવે કંઇક જુદૂ જ બહાર આવી રહયું છે.
મહિસાગર જિલ્લામાં બુથ કેપ્ચરિંગની ઘટના (Etv Bharat Bharat)
Published : May 8, 2024, 11:02 PM IST
આ ઘટના બૂથ નંબર એકમાં બપોરના સમયે બની હતી. વિજય ભાભોર બૂથમાં માણસો સાથે આવી બૂથ કેપ્ચરિંગનો પ્રયત્ન કર્યો હતો. મેં તેને અટકાવતા તેણે મને ધમકી આપી હતી. હું ડરી ગયો હતો અને મે પોલીસને જાણ કરી હતી. - છનાભાઈ તાવિયાડ, બૂથ એજન્ટ