સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે (Etv Bharat Gujarati) ગાંધીનગર: મતગણતરી સ્ટાફનું ફર્સ્ટ અને સેકંડ રેન્ડમાઇઝેશન પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જ્યારે થર્ડ રેન્ડમાઇઝેશન આજે વહેલી સવારે 5 વાગ્યે ઓબ્ઝર્વરની હાજરીમાં કરવામાં આવશે.
ઓબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખુલશે: મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજ પરના કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્ટિંગ એજન્ટ્સ પ્રવેશ કરી શકશે. આવતીકાલે સવારે RO કે ARO, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ECI દ્વારા નિમણૂંક પામેલા ઓબ્ઝર્વરની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. ત્યારબાદ EVM તથા પોસ્ટલ બેલેટ બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં લાવી મતોની ગણતરી શરુ કરાશે.
રાજ્યની 25 સીટો પર આવતીકાલે સવારથી મતગણતરી થશે શરૂ (Etv Bharat Gujarati) CAPFનો ચુસ્ત બંદોબસ્ત: તમામ કાઉન્ટિંગ સેન્ટર પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. મતગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસ, મતગણતરી લોકેશન પર SRPF અને મતગણતરી કેન્દ્રના દરવાજા તથા સ્ટ્રોંગરૂમની બહાર CAPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ફરજ પરના અધિકારીઓ, ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને કાઉન્ટિંગ એજન્ટ સિવાય અન્ય વ્યક્તિઓને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.
ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી (Etv Bharat Gujarati) મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં: કમિશનના ઓબ્ઝર્વર સિવાય મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ, ટેબલેટ કે લેપટોપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જઈ શકાશે નહીં. મતગણતરી પ્રક્રિયા માટે આવશ્યકતા મુજબ RO, ARO અથવાગણતરી સુપરવાઇઝર પૂર્વપરવાનગી સાથે મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જઈ શકશે. દરેક મતગણતરી કેન્દ્રમાં ઉભા કરવામાં આવેલા મિડિયા સેન્ટર અને પબ્લિક કમ્યુનિકેશન રૂમ સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.
તમને જણાવી દઈએ કે, રાજ્યના 25 મતગણતરી કેન્દ્રો ખાતે તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 56 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 30 ચૂંટણી અધિકારી અને 175 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ ઉપરાંત 615 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને પોસ્ટલ બેલેટ અને ETPBS માટે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ઓબ્ઝર્વર્સ પોતાની ફરજના સ્થળ પર હાજર થઈ ગયા છે.
- ખેડા લોકસભા બેઠકની મત ગણતરી માટે તંત્ર સજ્જ, કુલ 4 માળમાં વિવિધ રૂમ ખાતે થશે મતગણતરી - Lok Sabha Election 2024 Result
- જામનગરમાં લોકસભા ચૂંટણી મતગણતરીની તૈયારીઓને અપાયો આખરી ઓપ - Loksabha Election 2024 Result