ભાવનગર: લોકસભા બેઠક ઉપર આગામી 7મેં ના રોજ મતદાન થવાનું છે. ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ આદરી દેવામાં આવી છે. ભાવનગર ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીઓના બેલેટ મતદાનનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાવનગરમાં આજદિન સુધીમાં કેટલું બેલેટ મતદાન થયું છે. ક્યાં અને કેટલું મતદાન થયુ ચાલો જાણીએ.
રે 7 મેના રોજ મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો ચૂંટણીમાં રોકાયેલા કર્મચારીનું મતદાન:ભાવનગર લોકસભા બેઠક ઉપર ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓ અને અધિકારીઓની નિમણુક 7 મેંના રોજ મતદાન કરવા માટે નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે 7 મેના રોજ મતદાન પ્રક્રિયામાં જોડાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપર મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાવનગરમાં તારીખ 25 થી 28 વચ્ચે વિવિધ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓનું મતદાન થઈ ચૂક્યું છે તેમ કલેકટર આર કે મેહતાએ જણાવ્યું હતું. કુલ મતદાનમાં જોવા જઈએ તો 85 વર્ષ ઉપરના ઘરે મતદાન કરતા કુલ 920 મતદારો અને પીડબ્લ્યુ.ડી ના કુલ મતદારો 213 મળીને 1133 લોકોએ આજ દિન સુધી મતદાન કર્યું છે.
પોલીસ કર્મચારીઓ દ્વારા પણ બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી ત્રણ વિધાનસભામાં થયું મતદાન: ચૂંટણી વિભાગ દ્વારા ચૂંટણી કાર્યવાહીમાં માટે રોકેલા કર્મચારીઓનું બેલેટ પેપર મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગર શહેરમાં ધારાસભા બેઠક પ્રમાણે તળાજા, ભાવનગર ગ્રામ્યના અને ભાવનગર પૂર્વના લોકસભા માટે રોકાયેલા કર્મચારીઓએ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. આ સાથે પોલીસ કર્મચારીઓ દ્વારા પણ બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે ત્રણ ધારાસભા બેઠકમાં બેલેટ પેપરથી મતદાન 1555 કર્મચારીઓએ કર્યું છે.
પોલીસ કર્મચારીઓ દ્વારા પણ બેલેટ પેપરથી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી લોકસભા બેઠકમાં હજુ બેલેટ મતદાન બાકી: ભાવનગર લોકસભા બેઠક ઉપર કુલ સાત વિધાનસભા મત ક્ષેત્રના વિસ્તાર આવે છે ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા 7 મેંના મતદાનના પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓના બેલેટ પેપરના મતદાનનો પ્રારંભ કર્યો છે. ત્રણ વિધાનસભામાં બેલેટ પેપર થી મતદાન કર્યા બાદ હવે ભાવનગર જિલ્લાની પાલીતાણા, ગારીયાધાર, મહુવા, ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક ઉપર આગામી દિવસોમાં તાલીમ કાર્યક્રમ યોજાયા બાદ બેલેટ પેપરથી મતદાન થનાર છે.
- લોકસભા ચૂંટણીના 3જા તબક્કાના ઉમેદવારોની વિગતો દર્શાવતો ADR રિપોર્ટ જાહેર કરાયો - Loksabha Election 2024
- દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે કર્યો ડોર ટુ ડોર પ્રચાર, રેલી યોજી મતદારોને રુબરુ મળ્યા - Loksabha Election 2024