મતદાન કરી લીધું (ETV Bharat) સુરત : સુરત આજે લોકસભા મતદાન માટે લોકો વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઘરેથી નીકળ્યા હતાં. રાજ્યના ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પરિવાર સાથે ઢોલ નગારાની સાથે મતદાન કરવા નીકળ્યા હતાં. તેઓએ લોકોને અપીલ કરી હતી કે ઘરેથી નીકળી લોકો મતદાન કરે. સાથે તેઓએ હાથમાં થાળી લઈને પણ બગાડી હતી.
મતદાન બાદ મૌલવી પકડાયા વિશે આપી પ્રતિક્રિયા :મતદાન બાદ હર્ષ સંઘવીએ એક મૌલવી દ્વારા હિન્દૂ નેતાને મારી નાખવાની સોપારી લેવામાં આવી છે અને આ મૌલાવીની પકડવામાં આવ્યો છે તેના સંબંધમાં નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ જણાવ્યું કે પાકિસ્તાન સાથેના તેના સંબંધો સામે આવ્યાં છે. હથિયાર અને એક કરોડ રૂપિયા પાકિસ્તાનથી આવવાના હતા. આ મૌલાવીને છોડાવવાના પ્રયાસો કોંગ્રેસના લોકો કરી રહ્યા છે.
કોગ્રેસ મૌલવીને છોડાવવાનો પ્રયાસ કરતી હોવાનો આક્ષેપ : આ મૌલવીને તો ગુજરાત પોલીસે પકડ્યો છે પણ આ માટે આજે સૌ લોકોએ મતદાન કરવાનું છે. ઓડિયો કલીપ ન્યુઝ ચેનલોના માધ્યમથી મને સાંભળવાની મળી છે. કોંગ્રેસના અસલમભાઈ સાથે વાત થઈ છે આવું મને સાંભળવામાં આવ્યું છે. મદરેંસામાથી ભારત વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તેવાને છોડાવવાના પ્રયાસ ન કરવા જોઈએ. રાજકીય રીતે નહીં પરંતુ દેશને લઈને આપણે આવું કાર્ય ન કરવું જોઈએ.
સુરત બેઠક બિનહરીફ : ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક ભલે બિનહરીફ થઈ હોય પરંતુ 7મેના રોજ શહેરના લિંબાયત, મજુરા, ઉધના અને ચોર્યાસી વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું છે ચેની જાણકારી લોકોને આપવામાં આવેલી છે. કારણ કે આ બેઠકો નવસારી લોકસભા બેઠકમાં આવે છે. આ જ રીતે બારડોલી લોકસભા બેઠકમાં સુરત જિલ્લાના કામરેજ, માંગરોળ, માંડવી અને બારડોલી સહિત મહુવા વિધાનસભા સામેલ છે. આ બેઠકો પર મતદાન માટે તંત્રએ તૈયારીઓ કરી લીધી છે.
- સુરત શહેર અને જિલ્લાની 9 વિધાનસભા બેઠકમાં મતદાન માટેની તૈયારીઓ પૂર્ણ, કુલ 73 મતદાન કેન્દ્ર કાર્યરત રહેશે - Loksabha Election 2024
- ચૂંટણી ગરબાની ધૂમ, સુરતના યુવાઓની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ - Loksabha Election 2024