અમદાવાદઃ ગુજરાતમાં 28 જેટલી ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજ છે જેને રાજ્ય સરકાર પગાર અને નિભાવ ખર્ચ ઉઠાવે છે પરંતુ આ વર્ષે ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટ એઇડ કોલેજીસમાં ફર્સ્ટ ઈયર LLB એડમિશનની પ્રક્રિયા થઈ ન શકી. એટલે ગુજરાત રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ લો કોલેજીસની સમસ્યા મામલે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ મુદ્દે વધુ સુનાવણી 23 મી ઓક્ટોબરે કરવામાં આવશે.
સરકાર પાસે માગ્યો જવાબઃ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જસ્ટ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ હિયરિંગ થઈ હતી. ગુજરાતમાં લો કોલેજીસના મુદ્દે ખંડપીઠે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીના સંજ્ઞાન માટે મુકવા અને રાજ્ય સરકારનો પક્ષ રજૂ કરવાનો નિર્દેશ કર્યો. આ મુદ્દે ખંડપીઠે ટકોર કરી હતી કે આ મુદ્દો અત્યંત જટિલ છે અને રાજ્ય સરકારે કેસમાં પોતાનું પક્ષ રજૂ કરવો જોઈએ.
આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં કેસના મૂળ અરજદાર વિદ્યાર્થી તરફથી એડવોકેટ શિવાંગ જાનીએ પિટિશન કરી છે. આ મુદ્દે સિનિયર એડવોકેટ પીકે જાની દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, ગુજરાત રાજ્યમાં 28 જેટલી ગ્રાન્ડ ઈન એઇડ લો કોલેજ છે. જેમાં રાજ્ય સરકાર પગાર અને નિભાવ ખર્ચ ઉઠાવે છે. તદુપરાંત હાઇકોર્ટના અગાઉના ચુકાદા પ્રમાણે લો કોલેજીસ ને ગ્રાન્ટ આપવાની સરકાર ની ફરજ છે પરંતુ હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ના લીગલ એજ્યુકેશન કમિટીના રુલ્સમાં ફેરફાર થયા છે. જેથી લોકોને એક વર્ગમાં 60 વિદ્યાર્થીઓ અને 1 પ્રિન્સિપલ અને ત્રણ વર્ષના કોર્સ માટે 8 પ્રોફેસર રાખવા ફરજિયાત હોય છે. આ રીતે રાજ્ય સરકાર ગ્રાન્ટ આપતી નથી. જેના પરિણામ સ્વરૂપે લો કોલેજીસ જે 50 થી 60 વર્ષથી ચાલુ છે તેમને વર્ગ ઘટાડવાની જરૂરિયાત ઊભી થઈ છે.
સમય પર ઈન્સપેક્શન ફી ના ભરાવાનો મામલોઃ બીજી તરફ જોવા જઈએ તો બાર કાઉન્સિલ ઇન્ડિયા ગુજરાતની મોટા ભાગની ગ્રાન્ડેડ લો કોલેજને ઇન્સ્પેક્શન ફી સમય પ્રમાણે નહીં ભરતા લાખો રૂપિયાની પેનલ્ટી કરી છે, પણ સરકાર આવી રકમ આપેલી નથી અને ટ્રસ્ટો પાસેથી આવકના સાધનો ના હોવાથી ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટ ઈન એડ લો કોલેજીસમાં ફર્સ્ટ એલએલબી માં એડમિશન ની પ્રોસેસ થઈ શકી નહીં ગુજરાતમાં 90 જેટલી સ્વનિર્ભર સેલ્ફ ફાઇનાન્સ લોકો લેજો શરૂ થઈ છે ત્યાં વિદ્યાર્થીઓથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. જેથી એવું લાગે છે કે, લો કોલેજના શિક્ષણમાં વેપારીકરણ થઈ રહ્યું છે.
મૂળ અરજદારોએ વધુ જણાવ્યું હતું કે, આ વર્ષે 2020 માં દાખલ થયેલી અરજી છે. આ મેટરમાં હાઇકોર્ટના ચીફ જજના હસ્તક્ષેપની જરૂર છે. રાજ્ય સરકારે 120 વિદ્યાર્થીઓનો એક કલાસ ગણીને ગ્રાન્ટ આપે છે. પરંતુ બી.સી.આઇ 60 વિદ્યાર્થીઓની સંખ્યાને એક ક્લાસ માને છે. જેથી ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં ક્લાસની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તો બાર કાઉન્સિલ ઇન્ડિયાએ કહ્યું હતું કે આ ગ્રાન્ટ ઇન એઇડ કોલેજને વર્ષ 2009 થી ઇન્સ્પેક્શન માટે એપ્લાય કર્યું નથી.
ઉલ્લેખનીય છે કે અરવલ્લીના ગ્રાન્ટ ઇન એઇડ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ 2020 માં એક અરજી કરી હતી. જેમાં લો કોલેજમાં એક ક્લાસ દીઠ પ્રોફેસર્સની સંખ્યાના 12 કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નક્કી કરાયેલા નિયમોને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યા હતા અને સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજમાં નિયમો મુજબ શિક્ષકો ભરતી કરવાની માંગ કરાઈ હતી. વિદ્યાર્થીઓને બી.સી.આઇના નિયમથી તેમને નુકસાન થશે તેઓ ડર લાગી રહ્યો છે. એટલે આ અંગે અગાઉ શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી અને તે વખતના સીએમને રજૂઆત કરી હોવા છતાં કોઈ સોલ્યુશન આવ્યું નથી.
- પક્ષીપ્રેમીઓ માટે મોટા સમાચાર: ખીજડીયા પક્ષી અભ્યારણ આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું
- સ્મશાનમાં ઠંડી ચિતાપાટ પર કરી તાંત્રિક વિધિઃ પછી જુઓ Rajkot પોલીસે શું કર્યું- Video