ખેડા:પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા બાબતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વખતો વખત આંદોલનને લઈ થયેલા કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમયે ભાગતોડ એ કોઈ ચોક્કસ કારણથી નહોતી કરવામાં આવી. જે તે સમયે આંદોલનકારીઓ સાથે સરકારે બેઠક પણ કરી હતી. સમગ્ર ઘટનાની સમીક્ષા કરી ત્યારે સરકારને ખબર પડી કે, આમાં જે લોકો ન હોય તેવાના પણ નામ આવી ગયા છે.
હવે માત્ર ચાર કેસ જ બાકી રહ્યા છે: ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે. હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે. દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે, કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે. પરંતુ યોગ્ય રીતે અને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો પરત ખેંચ્યા છે. આક્ષેપ થાય છે, પરંતુ પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાટની અંદર જે ભાંગતોડ થઈ હતી એ કોઈ ચોક્કસ હેતુસર નહોતી થઈ. એના કારણે સરકારે સમીક્ષા કરીને આ તમામ કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો હતો.