ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch University : MBA વિધાર્થીઓએ શીખ્યા આયાત-નિકાસના ફંડા, કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરોનું સચોટ માર્ગદર્શન - Importance of Import Export

કચ્છ યુનિવર્સિટીના MBA ફાઇનલ યરના વિદ્યાર્થીઓએ આયાત-નિર્યાતના ફંડા શીખ્યા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને એક્સપોર્ટ એક્સ્પોનો પ્રોજેક્ટ આપી ભારતની વિવિધ પ્રોડક્ટને વિદેશમાં નિકાસ કરી કેવી રીતે સફળ બિઝનેસ કરી શકાય તે અંગેનું જ્ઞાન પીરસ્યું હતું.

કચ્છ યુનિવર્સિટીમાં એક્સપોર્ટ એક્સ્પો
કચ્છ યુનિવર્સિટીમાં એક્સપોર્ટ એક્સ્પો

By ETV Bharat Gujarati Team

Published : Feb 13, 2024, 2:43 PM IST

MBA વિધાર્થીઓએ શીખ્યા આયાત-નિકાસના ફંડા

કચ્છ :કચ્છ યુનિવર્સિટીના કોમર્સ એન્ડ મેનેજમેન્ટ વિભાગમાં MBA ફાઇનલ યરના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોર્ટ એક્સ્પોનો અનોખો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. ભારતની વિવિધ પ્રોડક્ટ કે જે વિદેશમાં નિકાસ કરવી હોય તો કેવી રીતે તેની નિકાસ શક્ય છે, રિસર્ચ કેવી રીતે કરવું, માર્કેટ બેઝ જાણવું વગેરે પરિબળોને ધ્યાનમાં રાખીને એક્સ્પો યોજવામાં આવ્યો હતો.

કચ્છ યુનિવર્સિટીમાં એક્સપોર્ટ એક્સ્પો :કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડો. કનિષ્ક શાહ, ડો. રૂપલ દેસાઈ, ડો. શીતલ બાટી, સાહિલ ગોર અને પંકજ સેવકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા અવારનવાર વિવિધ બિઝનેસ ઉપયોગી પ્રેક્ટીકલ પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે. જેના ભાગરૂપે આ વખતે અભ્યાસક્રમમાં આવતા ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં એક્સપોર્ટ એક્સ્પો (Export Expo) પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. ભારતીય પ્રોડક્ટ્સની અન્ય દેશોમાં નિકાસ કેવી રીતે વધારવી અને વ્યવસાય માટે કેવી રીતે આકર્ષક બજારોની શોધ કરવી તે અંગે વિધાર્થીઓએ રિસર્ચ કર્યું હતું, જેમાં વિગતવાર તમામ મુદ્દાઓ આવરી લીધા હતા. ઉપરાંત નિકાસ અને લક્ષિત દેશો અંગે જાગૃતિ પણ ફેલાવી હતી.

MBA ના વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન :કચ્છ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રૂપલ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે બજારમાં એમ્પ્લોય એબલ, ફ્યુચર રેડી અને સ્કિલફૂલ લોકોની જરૂર છે. જેના માટે પ્રેક્ટિકલ નોલેજ એટલું જ ઈમ્પોર્ટન્ટ છે. જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે. જેમાં MBA ફાઇનલ યરના વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ બિઝનેસ વિષયમાં ભારતની વિવિધ પ્રોડક્ટ પસંદ કરી અને તેને વિદેશીમાં કેવી રીતે નિકાસ કરી શકાય, કેવી રીતે ભારતની ઈકોનોમીને ઊંચે લઈ જઈ શકાય, કેવી રીતે ત્યાં ભારતીય પ્રોડક્ટ માટે આંતરરાષ્ટ્રીય બજાર ઊભું કરી શકાય, બિઝનેસમાં કેટલા પ્રતિસ્પર્ધીઓ છે, કેવી રીતે ત્યાં ભારતની પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરી શકાય વગેરે જેવા પરિબળો માટે રિસર્ચ કરીને એક પ્રોજેક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના 10 જેટલા ગ્રુપ બનાવવામાં આવ્યા હતા.

કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરોનું સચોટ માર્ગદર્શન

વિદ્યાર્થીનો અનુભવ :વિદ્યાર્થી પાર્થ કોટડિયાએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ થકી આયાત નિકાસનું જ્ઞાન મળ્યું છે. આ પ્રોજેક્ટ કર્યા પહેલા આયાત નિર્યાત કેવી રીતે થાય, શું બજાર હોય તે બાબતે કોઈ જાણ નહોતી. આ પ્રોજેક્ટ દ્વારા આયાત અને નિકાસની પ્રોપર પ્રોસેસ શું છે તે જાણવા મળી છે. કેવી રીતે પ્રોડકટસની નિકાસ થાય, કેવી રીતે કસ્ટમ ક્લિયરન્સ મળે, વસ્તુની પસંદગી કેમ થાય તે બધી બાબતોનું જ્ઞાન આ પ્રોજેક્ટ દ્વારા મળ્યું છે. અમે કચ્છ એલ્યુમિનિયમ પ્રોડક્ટની પસંદગી કરી છે કે જેના ઉત્પાદનમાં ભારત ત્રીજા નંબરે છે. આ પ્રોડક્ટ અમે થાઈલેન્ડમાં નિકાસ કરીશું. કારણ કે થાઇલેન્ડ એલ્યુમિનિયમ માટે અન્ય દેશ પર જ નિર્ભર છે અને ભારત અને થાઇલેન્ડ વચ્ચે રાજકીય સબંધો પણ ખૂબ સારા છે. 2018 માં બંને દેશના વડાપ્રધાન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થયા હતા.

બિઝનેસમાં આયાત-નિકાસનું મહત્વ :મેનેજમેન્ટ વિભાગના પ્રોફેસર ડો. કનિષ્ક શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના 10 ગ્રુપે વિવિધ પ્રોડક્ટ પસંદ કરી હતી. જેમાં ખાદી, ડીગિંગ ટેકનોલોજી, લાલ મરચું, ફ્લેટ સ્ટીલ, કાચું એલ્યુમિનિયમ, ગ્રેનાઈટ, આર્ટીસ્ટીક પોટરી પ્રોડક્ટ્સ, કોફી, શેરડીમાંથી બનાવેલી પ્રોડક્ટ્સ, કાચું શણ જેવી પ્રોડક્ટ પસંદ કરવામાં આવી હતી. આ તમામ પ્રોડક્ટસના પ્રતિસ્પર્ધીઓ વિદેશમાં કોણ છે, ભારતમાંથી આ પ્રોડક્ટ્સ ક્યાં દેશોમાં નિકાસ કરી શકાય, કેવી રીતે ત્યાં આ તમામ પ્રોડક્ટ્સની બજાર ઊભી કરી શકાય, કંઈ વસ્તુની નિકાસ કરી શકાય, તે દેશના બજારનું વેલ્યુએશન વગેરે જેવી બાબતોનું વિદ્યાર્થીઓએ રિસર્ચ કર્યું હતું. આજે જ્યારે ભારત ત્રીજા નંબરની હાઈએસ્ટ ઇકોનોમી પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે, ત્યારે જે રીતે સ્ટાર્ટઅપનું મહત્વ છે તે રીતે જ એકસપોર્ટનું પણ મહત્વ છે.

10 પ્રોડક્ટ પર પ્રોજેક્ટ :અન્ય એક વિદ્યાર્થી કલ્પેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, તેના ગ્રુપ દ્વારા ફ્લેટ સ્ટીલ પ્રોડક્ટ પસંદ કરવામાં આવી છે. કારણ કે તે અન્ય સ્ટીલના પ્રકારની સરખામણીએ નિકાસ કરવા માટે સરળ પડે છે. ઉપરાંત ઓમાન, કતાર અને સ્પેન જેવા દેશોમાં આ સ્ટીલની માંગ દિવસેને દિવસે વધી રહી છે. 2030 સુધી આ વસ્તુની માંગ 1.6 ટકા વધશે. આ પ્રોડક્ટનો કાચો માલ ભારતના જુદા જુદા રાજ્યમાંથી મેળવવામાં આવશે, તેના માટે એક સપ્લાય ચેન બનાવવામાં આવી છે. આ વસ્તુની નિકાસ માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવીને પણ અન્ય વિદ્યાર્થીને સમજાવવામાં આવી રહ્યું છે.

  1. Kutch University : કચ્છ યુનિવર્સિટીમાં ગધેડાને એડમિશન અપાવવા આવ્યાં એનએસયુઆઈ સભ્યો
  2. Biodegradable : કચ્છ યુનિવર્સિટીના યુવા સંશોધકો દ્વારા ઓઇલ પ્રૂફ હર્બલ બાયોડીગ્રેડેબલ કોટીંગ મટીરીયલ વિકસાવાયું, પેટન્ટ ફાઈલ કરાશે

ABOUT THE AUTHOR

...view details