ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છ યુનિવર્સિટીનો 19મો યુવા મહોત્સવ: 28 સ્પર્ધાઓમાં 1180 વિદ્યાર્થીઓએ કર્યું કૌશલ્ય પ્રદર્શન - Youth Festival of Kutch University - YOUTH FESTIVAL OF KUTCH UNIVERSITY

કચ્છ યુનિવર્સિટી અને મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના ઉપક્રમે કચ્છ યુનિવર્સીટીનું 19મો યુથ ફેસ્ટિવલ યોજાયો હતો. જેની શરૂઆત યુનિવર્સિટી કેમ્પસ ખાતેથી કલાયાત્રા સાથે કરવામાં આવી હતી. જેમાં બે દિવસ દરમિયાન જુદી જુદી 28 સ્પર્ધાઓમાં 47 કોલેજોનાં 1180 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. કલાયાત્રામાં કોલેજોએ વિવિધ વિષયો પર કલાત્મક તેબ્લો, પરંપરાગત નૃત્ય વગેરે સાથે સાંસ્કૃતિક ઝાંખી કરાવી હતી. Youth Festival of Kutch University

કુલ 28 સ્પર્ધાઓમાં 47 કોલેજોનાં 1180 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો
કુલ 28 સ્પર્ધાઓમાં 47 કોલેજોનાં 1180 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 28, 2024, 11:26 AM IST

કચ્છ:જિલ્લામાં યુવા મહોત્સવનો ઉદ્ગાટન સમારોહ મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ દરમિયાન કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરા અતિથી વિશેષ તરીકે તેમજ ગુજરાતી ફિલ્મ સંગીતકાર કેદાર ઉપાધ્યાય અને મહિલા કોલેજના ટ્રસ્ટી કિર્તીભાઈ વરસાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

5 કેટેગરીમાં વિવિધ સ્પર્ધાઓ: બે દિવસ દરમિયાન નૃત્ય, નાટ્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલા વિભાગમાં જુદી જુદી 28 સ્પર્ધાઓ યોજાઈ હતી. તો બીજી તરફ પ્રથમ વખત જ યોજાયેલ ફૂડ કોન્ટેસ્ટએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. તેમજ જે વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તે સિવાયનાં પણ કચ્છનાં અન્ય વિદ્યાર્થીઓ, નગરજનો, કલા રસીકોની ઉપસ્થિતિએ ભાગ લેનાર યુવા કલાકારોનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.

1180 વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલસનું કર્યું પ્રદર્શન (Etv Bharat Gujarat)

વિવિધ 28 જેટલી સ્પર્ધાઓ:કચ્છ યુનિવર્સિટીના કેમ્પસમાં તેમજ મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજના કેમ્પસમાં બે દિવસ દરમિયાન વિવિધ 28 જેટલી સ્પર્ધાઓ જેવી કે માઈમ, મિમિક્રી, એલોક્યુશન, ડીબેટ, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, પોસ્ટર મેકિંગ, કલે મોડલિંગ, કલાસિકલ વોકલ સોલો, ફોક ડાન્સ, સ્કીટ, વન એક્ટ, કલાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો, ક્વિઝ, કલાસિકલ ડાન્સ, મોનો એક્ટિંગ, સ્પોટ ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન, કોલાજ, રંગોળી, મહેંદી, કાર્ટૂનિંગ, વેસ્ટર્ન વોકલ સોલો, ગ્રુપ સોંગ વેસ્ટર્ન,ઇન્ડીયન લાઇટ વોકલ, ઇન્ડીયન ગ્રુપ સોંગ વગેરે જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલ 28 સ્પર્ધાઓ યોજાઈ હતી (Etv Bharat Gujarat)

પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલનું આયોજન:આ 19માં યુવક મહોત્સવમાં યુનિવર્સિટી દ્વારા ખાસ ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું. જેના આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગૃહવિજ્ઞાન કળા, વેપારકળા અને આત્મનિર્ભરતા જેવાં વિવિધ ગુણો બહાર આવે અને તેમનો વિકાસ થાય તે હતો. ફૂડ ફેસ્ટીવલમાં ભાગ લેનાર કોલેજો માટે પણ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા, તો વિદ્યાર્થીઓએ પાણીપુરી, પિત્ઝા, દાબેલી, ખીચું, ઢોકળા, ભેલ, સેન્ડવીચ, પૌંઆ, ઈડલી સંભાર, વેજ બીરીયાની, શરબત, ફ્રેશ ફ્રૂટ જયુસ જેવી વાનગી રજુ કરી હતી. આ તમામ વાનગીઓ યુનિવર્સિટી દ્વારા મંજુર કરવામાં આવી હતી અને સ્વાદ તેમજ વેચાણ પરથી પ્રથમ,દ્વિતીય અને તૃતીય નંબરને વિજેતા જાહેર કરી યુનિવર્સિટી દ્વારા ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

1180 વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલસનું કર્યું પ્રદર્શન (Etv Bharat Gujarat)

શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ચેમ્પિયન: આ યુથ ફેસ્ટિવલમાં દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને વિજેતા જાહેર કરી યુનિવર્સિટી દ્વારા મેડલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. તેમજ વિવિધ 5 કેટેગરીના જનરલ ચેમ્પિયનને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત તમામ સ્પર્ધાઓમાંથી વધારે સ્પર્ધાઓમાં વિજેતા બનનાર તેમજ વધારે માર્કસ મેળવનાર સ્કૂલ અને તેના મેનેજમેન્ટના ફેકલ્ટીને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. જેમાં સેકન્ડ રનર અપ કચ્છ યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ રહ્યું હતું. ફર્સ્ટ રનર અપ સંસ્કાર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી હતી તો જનરલ ચેમ્પિયન શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ થઈ હતી.

કચ્છ યુનિવર્સિટીનો 19મો યુવા મહોત્સવ ઉજવાયો (Etv Bharat Gujarat)

રાષ્ટ્રીય કક્ષા સુધી ટેલેન્ટ પહોંચે તેવો ઉદ્દેશ્ય:કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલે જણાવ્યું હતું કે, બે દિવસના યુવા મહોત્સવની સાથે સાથે ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 1180 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 2 દિવસ યુવા મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને કોલેજ કક્ષાએથી પ્લેટફોર્મ મળે અને તેનો ઉપયોગ કરીને રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પોતાનો ટેલેન્ટ બતાવે તેવા ઉદ્દેશ્ય સાથે આ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલ 28 સ્પર્ધાઓ યોજાઈ હતી (Etv Bharat Gujarat)

ટેલેન્ટ પ્રદર્શિત કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ: પ્રથમ વખત યુથ ફેસ્ટિવલમાં ભાગ લેનાર વિદ્યાર્થીની સુચિતા ઠકકરે જણાવ્યું હતું કે, તેણે કલાસિકલ મ્યુઝિકમાં ભાગ લીધો હતો અને તેને આ યુથ ફેસ્ટિવલ મારફતે પ્લેટફોર્મ મળ્યું છે. ઘણા બધા યુવાનોમાં કળા હોય છે પણ તેને પ્રદર્શન કરવા માટે યોગ્ય પ્લેટફોર્મ જોઈએ તે યુથ ફેસ્ટિવલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. માત્ર સંગીત ક્ષેત્રે નહીં પરંતુ બીજા તમામ ક્ષેત્રે યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓને પોતાનો ટેલેન્ટ પ્રદર્શિત કરવા પ્લેટફોર્મ મળ્યું છે.

કચ્છ યુનિવર્સિટીનો 19મો યુવા મહોત્સવ ઉજવાયો (Etv Bharat Gujarat)

સ્કીલ અન્ય વિદ્યાર્થીઓની સાથે સ્પર્ધા દરમિયાન દર્શાવી શકાય:અન્ય વિદ્યાર્થી રમેશ મેરિયાએ જણાવ્યું હતું કે, મેં ગ્રુપ સોંગમાં ભાગ લીધો હતો. કચ્છ યુનિવર્સિટી દ્વારા યુવાનો માટે ખૂબ સારું યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનાથી વિદ્યાર્થીઓ પોતાની અંદર રહેલી તમામ સ્કીલ અન્ય વિદ્યાર્થીઓની સાથે સ્પર્ધા દરમિયાન દર્શાવી શકે છે.

1180 વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલસનું કર્યું પ્રદર્શન (Etv Bharat Gujarat)

થિયેટર વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવતા આનંદ: વિજેતા વિદ્યાર્થીની શ્રેયા અખાણીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેને પોતાના MBAના સાથીમિત્રો સાથે થિયેટર કેટેગરીમાં વન એક્ટ નાટક અને સ્કીટમાં ભાગ લીધો હતો. જેમાં વન એક્ટમાં તેની ટીમનો બીજો તો સ્કીટ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક આવ્યો હતો અને આગળ ઝોન સ્તરે તેઓ પહોંચતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. આ સાથે તેણે આવા યુથ ફેસ્ટિવલ થકી યુવાનોને આગળ આવવા માટે ખૂબ સારો પ્લેટફોર્મ મળતા હોવાની વાત પણ કરી હતી. વિધ્યાર્થીનીએ પોતાના મેનેજમેન્ટના ફેકલ્ટી ડૉ. કનિષ્ક શાહ, ડો. રૂપલ દેસાઈ, ડો. શીતલ બાટી, સાહિલ ગોર , ડો. વિજય વ્યાસ, પંકજ સેવક અને ભાવેશ દાતરાણીયાનું માર્ગદર્શન મળ્યા હોવાની વાત કરી હતી.

કુલ 28 સ્પર્ધાઓ યોજાઈ હતી (Etv Bharat Gujarat)

આ પણ વાંચો:

  1. "નવરાત્રિ પહેલા હેલમેટ પહેરવું ફરજિયાત કરો, નિયમ તોડનારને..." ગુજરાત HCએ કરી લાલઆંખ - Gujarat High court Hearing
  2. મારે કપડાં મેચિંગ કરવા છે ! કચ્છી કળાના વસ્ત્રોનો ટ્રેન્ડ વધ્યો - Unique outfits for Navratri

ABOUT THE AUTHOR

...view details