ભુજના હૃદય સમાન હમીરસર તળાવ છલકાયું (ETV Bharat Gujarat) કચ્છ: હવામાન વિભાગની આગાહી અને રેડ એલર્ટ મુજબ સમગ્ર કચ્છમાં સચરાચાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છમાં 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. કચ્છનું પ્રખ્યાત અને ભુજના હૃદય સમાન ગણાતું હમીરસર તળાવ ગત રાત્રિએ 11:15 વાગ્યે 28મી વખત છલકાયું છે. આ તળાવ 450 વર્ષ જૂનું ઐતહાસિક તળાવ છે.
હમીરસર તળાવ છલકાયું (ETV Bharat Gujarat) જીલ્લામાં 1.5થી 12 ઇંચ વરસાદ:ભુજનાં હ્રદય સમાં હમીરસર તળાવ કે જેના સાથે કચ્છીઓની ભાવનાઓ જોડાયેલી હોય છે જેના કારણે જ્યારે પણ હમીરસર છલકાય છે ત્યારે સમગ્ર કચ્છવાસીઓની સાથે બૃહદ કચ્છવાસીઓ પણ એને વધામણા કરવા માટે ઉત્સુક હોય છે. ભારે વરસાદની આગાહી વચ્ચે હમીરસર તળાવ છલકાયું છે. અહીં કલેક્ટર દ્વારા ભુજની શાળાઓ અને કચેરીઓમાં પણ સરકારી જાહેર રજા જાહેર કરવામાં આવે છે. હમીરસર છલકાયાથી ભુજ નગરપાલિકા દ્વારા મેઘલાડુ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.
કચ્છ વાસીઓમાં આનંદો (ETV Bharat Gujarat) ભુજનું હ્રદય સમૂ હમીરસર તળાવ જ્યારે છલકાય છે ત્યારે બૃહદ કચ્છવાસીઓ પણ જ્યાં સુધી હમીરસર છલકાયા નહીં ત્યાં સુધી અવારનવાર વરસાદ વખતે તેની પૂછતાછ કરતા હોય છે અને મુંબઈ વાસીઓ તો હમીરસર છલકાય ત્યારે લાપસીના આંધણ મુકવાની પણ પરંપરા નિભાવે છે.
કચ્છ વાસીઓમાં આનંદો (ETV Bharat Gujarat) 150 જેટલા ગામ સંપર્ક વિહોણા: હજુ પણ 24 કલાક કચ્છ માટે ભારે વરસાદની આગાહી હોવાથી કલેકટર દ્વારા બહાર નહીં નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે. અને વરસાદમાં સજાગ રહેવા પણ જણાવાયું છે. વહીવટ તંત્ર પણ એલર્ટ મોડ ઉપર કામ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કચ્છમાં 1.5 ઇંચથી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના રાજ્ય માર્ગ-મકાન વિભાગ હેઠળના 12 અને જિલ્લા પંચાયત હસ્તકના 34 મળી 46 માર્ગને ભારે નુકસાની થતાં બંધ થઇ ગયા હોવાથી સુધારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
તો 150 જેટલા ગામ સંપર્ક વિહોણા થયા છે. બીજી બાજુ રેલવે ટ્રેક પરથી પાણી ઓસરતાં રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ હજુ પણ ભારે આગાહી હોવાથી વહીવટી તંત્ર એલર્ટ છે. સાથે સાથે લોકોને પણ સતર્ક રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યું છે.
- પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાની મુલાકાતે ઋષિકેશ પટેલ, ટ્રકની ઉપર બેસી કર્યું સ્થિતિનું અવલોકન - Vadodara rainfall update
- પરિવહન પ્રભાવિત : સુરતથી સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાત જતાં પ્રવાસીઓ પરેશાન, ST બસના 19 રૂટ બંધ - Gujarat ST Deptt