કચ્છ: સોશિયલ મીડિયામાં પર અવાર નવાર લોકો ફેમસ થવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. જેમાં ક્યારેક કાયદાનું ઉલ્લંઘન થતું પણ જોવા મળે છે. કેટલાંક લોકો જાણી જોઈને પોતાનો રૂંઆબ દર્શાવવા માટે પણ વીડિયો બનાવતા હોય છે અને છેવટે આવા વીડિયો વિવાદનું કારણ બને છે. ત્યારે ભુજમાં પણ આવા જ એક શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે જેણે બંદુક સાથે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
સીન-સપાટા કરવા ભારે પડ્યા
કમરે રિવોલ્વર લટકાવીને ફોટાઓ અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરતા ભુજના મોદીશા જમાનશા શેખ નામના એક શખ્સ વિરૂધ્ધ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરીને કાયદાનું ભાન કરાવ્યું છે. આ શખ્સે કમર પર રિવોલ્વર લટકાવીને ફિલ્મી ડાયલૉગ સાથે ઈન્સ્ટાગ્રામ રિલ બનાવીને સીન સપાટા કર્યા હતાં. જોકે, આ વીડિયો પોલીસના ધ્યાને ચડી જતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાં પોલીસે કરી કાર્યવાહી (Etv Bharat Gujarat) યુવાન પાસેથી હથિયાર જપ્ત
સુચના મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા અને મહીપાલસિહ પુરોહીત સોશિયલ મીડિયામાં વોચમાં હતા. તે દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર મોદીશા જમાનશા શેખે હથિયાર સાથે પોતાના ફોટાઓ અપલોડ કરેલા જણાયા, જેથી આ આરોપીની તપાસ કરાવતા તે બંદૂક સાથે મળી આવતા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને પોલીસ સ્ટેશન ખાતે હથિયાર જમા કરવામાં આવ્યું છે.
પરવાના વાળી રિવોલ્વર કમરે લટકાવી બનાવ્યો હતો વીડિયો (Etv Bharat Gujarat) શખ્સનો ગુનાહિત ઈતિહાસ
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ આરોપી મોદીશા જમાનશા શેખ સામે જુગારધારા સહિત અન્ય ગુન્હાઓ ભુજ શહેરમાં નોંધાયેલા છે. તો આરોપીના પરવાના વાડા હથિયાર મામલે કાર્યવાહી માટે કલેકટર કચેરીમાં પણ જાણ કરી તેનુ લાઇસન્સ રદ થાય તે માટે કાર્યવાહી શરૂ કરાઇ છે.
આરોપી મોદીશા જમાનશા શેખ (Etv Bharat Gujarat) મહત્વપૂર્ણ છે કે, ભુજના અમુક વ્યક્તિઓ સોશિયલ મીડિયા પર લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથિયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા હોય તેવા લોકો વિરૂદ્ધ પોલીસે કાયદેસર કાર્યવાહી કરવા માટે પોલીસને ઉચ્ચ અધિકારીઓ તરફથી સુચના મળેલી છે. ત્યારે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સોશિયલ મીડિયા પર લોકોમાં ભય ઉભો કરવાના ઇરાદે હથીયારો સાથે ફોટાઓ પાડી પોસ્ટ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના આપવામાં આવી હતી.
પોલીસની અપીલ
પોલીસ દ્વારા તમામ હથિયાર લાયસન્સ ધરાવતા વ્યક્તિઓને અપીલ કરવામાં આવી છે કે, હથિયાર લાયસન્સ ધારકો પોતાના હથિયારનું જાહેરમાં પ્રદશિત કરશે અથવા તો સોશિયલ મીડિયામાં વેપન સાથે રીલ બનાવશે તેઓ વિરૂધ્ધ આર્મ્સ એક્ટની જોગવાઇઓ તેમજ આર્મ્સ એક્ટ રૂલ્સ 2016ની ધારા 32(3) મુજબ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેમજ હથિયાર પણ નિયમ અનુસાર જમા કરવામાં આવશે.
- કચ્છમાં હાથીદાંતની બંગડીઓ બનાવી ગેરકાયદે વેચાણ કરવાના કારસ્તાનનો પર્દાફાશ, 4 શખ્સોની ધરપકડ
- કચ્છના મંદિરોમાં ચોરીનો કેસ ઉકેલાયો, રાજસ્થાનની કુખ્યાત ગરાસીયા ગેંગ ઝડપાઈ