ગુજરાત

gujarat

ETV Bharat / state

કોલેજમાં મોક પાર્લામેન્ટ: વિદ્યાર્થીઓ બન્યા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, અધ્યક્ષ, 'નાણાપ્રધાને' રજૂ કર્યું બજેટ - BHUJ COLLEGE MOCK PARLIAMENT

ભુજની લાલન કોલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા બજેટ સંદર્ભે મોક લોકસભા સેશન તેમજ બજેટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોલેજ વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટમાં રજૂ કર્યું બજેટ
કોલેજ વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટમાં રજૂ કર્યું બજેટ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Jan 28, 2025, 4:26 PM IST

કચ્છ:ભારતીય બંધારણને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે અને 01 ફેબ્રુઆરી 2025ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે, એના ઉપલક્ષમાં ભુજની આર.આર.લાલન કોલેજના જ્ઞાનધારા અંતર્ગત અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા મોક પાર્લામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 34 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને બજેટ રજૂ કરીને ચર્ચા વિચારણા કરી હતી.

કોલેજ વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટમાં રજૂ કર્યું બજેટ (ETV Bharat Gujarat)

અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓએ યોજી મોક પાર્લામેન્ટ
આગામી સમયમાં પાર્લામેન્ટમાં કેન્દ્રીય નાણાપ્રધાન દ્વારા કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારે ભુજની લાલન કોલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ દ્વારા બજેટ સંદર્ભે મોક લોકસભા સેશન તેમજ બજેટ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ, નાણાપ્રધાન, મિનિસ્ટરથી માંડીને શાસક પક્ષ તેમજ વિરોધ પક્ષના પાત્રો પણ ભજવવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્ર સબંધિત જ્ઞાન આપવામાં આવ્યું હતું.

કેન્દ્રીય બજેટ રજૂ કરી વિદ્યાર્થીઓએ યોજ્યું મોક બજેટ સેશન
આર.આર.લાલન કોલેજના અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃતિઓ દ્વારા અર્થશાસ્ત્રના પાઠો ભણાવવામાં આવતા હોય છે. ત્યારે આજે આગામી સમયમાં યોજાનારા બજેટ સેશન આધારિત એક પ્રવૃત્તિ કરવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ બજેટ રજૂ કરવામાં આવતું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સતા પક્ષ અને વિરોધ પક્ષ અને મિનિસ્ટરની ભૂમિકા દ્વારા પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી. જેમાં બજેટમાં રજૂ કરવામાં આવેલા જુદા જુદા મુદ્દાઓ પર વિદ્યાર્થીઓએ ચર્ચા વિચારણા કરી હતી. તેમજ પાર્લામેન્ટની જેમ જ નાણામંત્રી, સ્પીકર તેમજ અન્ય મિનિસ્ટરો જેવા રોલ વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવ્યા હતા. તો સાથે અલગ અલગ મુદ્દાઓ પર ડિબેટ પણ યોજવામાં આવી હતી. પાર્લામેન્ટની જેમ જ વિધાર્થીઓએ ટેબલ વગાડી વગાડીને વિરોધ તેમજ સમર્થન પણ આપ્યું હતું. તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કેન્દ્રીય બજેટનાં હાઈલાઈટ્સ અને કી પોઇન્ટ પર પણ ચર્ચા વિચારણા તેમજ પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી હતી.

કોલેજ વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટમાં રજૂ કર્યું બજેટ (ETV Bharat Gujarat)

અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ યોજી મોક લોકસભા
સ્ટુડન્ટ્સ માટે મહત્વનું એ છે કે, અર્થશાસ્ત્ર અને બંધારણનું જ્ઞાન પ્રેક્ટીકલ રીતે મળે તે પણ જરૂરી છે. ત્યારે આર.આર લાલન કોલેજ દ્વારા મોક પાર્લામેન્ટનું આયોજન કરીને લાઈવ બજેટ સેશન પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તમામ સંચાલન કર્યું હતું. જેમાં નાણામંત્રી લોકસભા સ્પીકર તેમજ જુદા જુદા મિનિસ્ટ્રીના મિનિસ્ટરો રુલિંગ પાર્ટી વિરોધપક્ષ પાર્ટીનો રોલ ભજવીને પાર્લામેન્ટનું સેશન ચલાવ્યું હતું.

કોલેજ વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટમાં રજૂ કર્યું બજેટ (ETV Bharat Gujarat)

બજેટ રજૂ કરી ચર્ચા વિચારણા
રાષ્ટ્રપતિ બનેલી વિદ્યાર્થિની આર્ચી ગોરે જણાવ્યું હતું કે, આગામી સમયમાં જે કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે. તે સંદર્ભે મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્લામેન્ટમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ સામસામે આવે છે અને બજેટ રજૂ થાય છે. ત્યારે જેવા દૃશ્યો સર્જાય છે તેવા દૃશ્યો સર્જાયા હતા.વિપક્ષ પણ જ્યારે પ્રશ્નો ઉઠાવે છે ત્યારે કેવો માહોલ હોય છે અને પાર્લામેન્ટના વાતાવરણથી વિધાર્થીઓ અવગત થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ મોક પાર્લામેન્ટ દ્વારા ઘણું બધું જાણવા પણ મળ્યું હતું.

કોલેજ વિદ્યાર્થીઓએ મોક પાર્લામેન્ટમાં રજૂ કર્યું બજેટ (ETV Bharat Gujarat)

પાર્લામેન્ટના સેશન કેવા હોય છે તે પ્રેક્ટિકલ રીતે જાણવા મળ્યું
અન્ય વિદ્યાર્થી કિરણ કોલીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન તરીકે મોક પાર્લામેન્ટમાં ભૂમિકા ભજવી છે અને કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ મોક પાર્લામેન્ટનો હેતુ એ હતો કે જે વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રમાં અભ્યાસ કરે છે, તેઓ પાર્લામેન્ટના સેશન કેવા હોય છે તે પ્રેક્ટિકલ રીતે જાણવા મળ્યું હતું. તો જે રીતે મંત્રીઓ ચૂંટણી પહેલા વાયદાઓ કરે છે. પરંતુ પછી કંઈ કામ કરતા નથી હોતા ત્યારે કેવું લાગે છે અને પાર્લામેન્ટમાં સામે પ્રશ્નો આવે છે. તેના ત્વરિત કઈ રીતે જવાબ આપવા અને કેવા કેવા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે, જેના જવાબો પણ નથી હોતા તે બધું અનુભવ્યું અને આ મોક પાર્લામેન્ટના આયોજનમાંથી ઘણું બધું શીખવા અને જાણવા મળ્યું.

આ પણ વાંચો:

  1. કચ્છવાસીઓ મહાકુંભની સીધી ટ્રેન સેવાથી વંચિત ! ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સે કરી સરકારને રજૂઆત
  2. નાળિયેરી અને કપાસની આડમાં લહેરાતો લીલો ગાંજો ઝડપાયો, કિંમત જાણીને ચોંકી જશો

ABOUT THE AUTHOR

...view details