ગુજરાત

gujarat

ETV Bharat / state

ભુજનું સ્મૃતિવન 51,000 દીવડાઓથી ઝગમગી ઉઠ્યુ, જુઓ અદ્ભૂત આકાશી નજારો

ધનતેરસની ઢળતી સાંજે ભુજનું સ્મૃતિવન 51,000 દીવડાઓથી ઝગમગી ઉઠ્યુ હતું. ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજીત દીપોત્સવનો નજારો જોઈ લોકો અભિભૂત થયા હતા.

સ્મૃતિવન દીપોત્સવ
સ્મૃતિવન દીપોત્સવ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 6 hours ago

કચ્છ :ભુજીયા ડુંગરમાં નિર્માણ પામેલ સ્મૃતિ વનમાં ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંલગ્ન 80 જેટલી સંસ્થાઓના સહયોગથી 51,000 દીવડા પ્રજ્વલિત કરવામાં આવતા ભૂજીયો ડુંગર ઝગમગી ઉઠ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના દિવસે પ્રકાશ પર્વ નિમિતે સૂર્યાસ્ત બાદ દીપોત્સવનો નજારો જોવા સ્મૃતિવનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. લોકો અદભુત નજારો જોઈ અભિભૂત થયા હતા.

સ્મૃતિવન ઝગમગી ઉઠ્યુ :દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્મૃતિવન કચ્છના પ્રવાસન સ્થળોમાં કલગીરૂપ છે. સ્મૃતિવન પર દર વર્ષે ઉજવાતા આ પ્રકાશ પર્વની થીમ આ વખતે નમો વંદે ભારતની હતી, જે ભારતની સૌપ્રથમ મેટ્રો ટ્રેન કચ્છને મળી છે. આ વખતે આ થીમ દ્વારા વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો હતો. દીપોત્સવ કાર્યક્રમમાં ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને ઝૂમ્યા હતા.

ભુજનું સ્મૃતિવન 51,000 દીવડાઓથી ઝગમગી ઉઠ્યુ (ETV Bharat Gujarat)

51,000 દીવડાનો શ્રૃંગાર :વર્ષ 2001 ના વિનાશકારી ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર નિર્માણ પામેલ સ્મૃતિવન ખાતે ધનતેરસના દિવસે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે 51,000 જેટલા દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજ અને સંગઠન તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.

51,000 દીવડાનો શ્રૃંગાર (ETV Bharat Gujarat)

ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજન :ફ્રેન્ડસ ગ્રુપના પ્રમુખ રાહુલ ગોરે જણાવ્યું કે, "સ્મૃતિ વનમાં સતત ત્રીજા વર્ષે 51,000 જેટલા દીવડા પ્રગટાવીને ધનતેરસની યાદગાર ઉજવણી કરવામાં આવી છે. દિવાળીના દીવડાના ઝગમગાટની પરંપરા વઘુ પ્રજવલિત બને તેવા શુભ આશય સાથે આ આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન માત્ર ફ્રેન્ડસ ગ્રુપનું નથી, પણ કચ્છના તમામ લોકોનું છે. કારણ કે આ આયોજનને સફળ બનાવવા માટે અન્ય 80 જેટલા સમાજ અને સંગઠનો પણ જોડાયા છે. અહીંનું દ્ર્શ્ય પણ અદભુત જોવા મળ્યું, સાથે જ રાસ-ગરબા અને આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજીત દીપોત્સવ (ETV Bharat Gujarat)

કચ્છ પ્રવાસનનું ઉત્તમ સ્થળ :સ્મૃતિ વન પર દર વખતે દીપોત્સવમાં હાજર રહીને દીવા પ્રગટાવતા સ્થાનિક કંકુબેન આહિરે જણાવ્યું હતું કે, સ્મૃતિ વનમાં 51 હજાર જેટલા દીવડાઓ એક સાથે પ્રજવલિત કરવામાં આવતા હોય છે, ત્યારે એક અનોખો નજારો જોવા મળતો હોય છે. આ સ્મૃતિ વન પણ કચ્છના પ્રવાસનનો ઉત્તમ સ્થળ છે. અહીં ખૂબ આનંદ આવે છે.

  1. કચ્છના ધોરડોમાં રણોત્સવની તૈયારી, આ વર્ષે 124 દિવસ માટે યોજાશે રણોત્સવ
  2. કચ્છ ધરાની 'કવયિત્રી', 30 દિવસમાં અંગ્રેજીમાં 71 કવિતા લખીને બનાવ્યો રેકોર્ડ

ABOUT THE AUTHOR

...view details