ગાંધીનગર: કલોલ નગર પાલિકામાં ભાજપની ભવાઇ શરુ થઈ છે. એક પછી એક ભાજપના કોર્પોરેટરોના રાજીનામા પડી રહ્યા છે. 44 સીટનું સંખ્યાબળ ધરાવતી કલોલ નગર પાલીકામાં 13 ભાજપ કોર્પોરેટરે રાજીનામા ધરી દેતા સોંપો પડી ગયો છે. કલોલ નગર પાલિકામાં લાફાકાંડ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરેમન પ્રકાશ વરઘડે કલોલ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે. આ પહેલા તેઓ બે વખત ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ પોલીસે તેમની ફરિયાદ લીધી ન હતી. ત્યારે આજે ત્રીજીવાર ફરિયાદ નોંધવા માટે ગયા છે. પોલીસ ફરિયાદ નોંધાય છે કે નહીં તે જોવું રહ્યું.
કલોલ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાથે લાફાકાંડનો વિવાદ વધુ વકર્યો છે. કલોલ નગર પાલિકામાં ભાજપના 33માંથી 13 કોર્પોરેટરે રાજીનામાં આપતાં રાજકારણ ગરમાયું છે. કલોલના લાફાકાંડ મામલે ભાજપના ધારાસભ્ય અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જૂથ વચ્ચે સમાધાન ના થતા આ પગલું ભર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 3 દિવસ પહેલાં રાજીનામું આપ્યું હતું. જ્યારે ગઈકાલે વધુ 11 કોર્પોરેટરે રાજીનામાં આપ્યા હતા અને આજે અન્ય એક સભ્યએ રાજીનામું ધરી દીધું છે. જો આમ જ ચાલુ રહેશેે તો નગર પાલિકામાં ભાજપ લઘુમતીમાં આવી શકે એમ છે. ઇટીવી ભારતની ટીમ દ્વારા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પ્રકાશ મરાઠેનો ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ટેલીફોનીક સંપર્ક થઇ શક્યો નથી.
જાણો શું હતો સમગ્ર મામલો
કલોલ મહાનગર પાલિકામાં વિકાસના કામોને સ્ટેન્ડિંગ કમિટીએ અગાઉથી મંજૂર કરેલા કામોનું ફરીથી રિ ટેન્ડરિંગ કરતાં વિવાદ થયો હતો. જેમાં પહેલાં ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં અચાનક લોકો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર તૂટી પડ્યા હતા. ચેરમેનનો ટાપલી દાવ થઈ ગયો હતો. ભાજપના બે જૂથો વચ્ચે થયેલી મારામારીની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ધારાસભ્ય દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટના પૈસાના કામોના ટેન્ડર્સ અટકાવતા સમગ્ર વિવાદ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે. ભાજપના જ બે જૂથો વચ્ચે છુટા હાથે મારામારી થઈ હતી.
આ સમગ્ર મામલે સૌથી પહેલાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પ્રકાશ મરાઠા તેમજ અન્ય અધિકારીઓ સાથે ટોળાની ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન વાત વણસી જતાં હાજર લોકોએ પોતાનો કાબુ ગુમાવતા મામલો બિચક્યો હતો અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતાં. રોષે ભરાયેલા લોકોમાંથી એક વ્યક્તિએ તો ટેબલ પર ચઢીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો ઝીંકી દીધો હતો. આ સાથે ત્યાં હાજર ટોળામાંથી એક અન્ય વ્યક્તિએ કોર્પોરેટરના પતિને ઉપરા-છાપરી ત્રણ-ચાર તમાચા માર્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળામાંથી એક વ્યક્તિએ તો ખુરશી માથે ઉપાડીને અધિકારીને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. આ મારામારીની ઘટના દરમિયાન હાજર અન્ય લોકો નારાબાજી કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસ વચ્ચે પડતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.
આગામી દિવસોમાં વધુ કેટલાક ભાજપ કોર્પોરેટરો રાજીનામા આપે તેવી સંભાવના છે. જો મોવડી મંડળ અસંતોષ ડામશે નહીં તો ગાંધીનગર જિલ્લા ભાજપમાં ડખો વધે તવી સંભાવના છે.
- નવરાત્રિના તહેવાર માટે જયપુરી અને ફ્યુઝન ઓક્સિડાઇઝ જ્વેલરી ટ્રેન્ડમાં, જાણો વિવિધ વેરાયટીઓ અને તેના ભાવ અંગે - Navratri market in Bhuj
- ગણેશ વિસર્જન વખતે ગાંધીનગરના દહેગામમાં 8 યુવાનોના ડૂબી જતા મોત, પરિવારજનોનો ભારે વિલોપાત - Dehgam Ganesh Visarjan Accident