ગુજરાત

gujarat

ETV Bharat / state

શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અટલ અખાડાના ઉભા ગણપતિ, ગર્ભગૃહમાં બિરાજમાન દેવાની ખાસ વાત... - Ganeshotsav 2024 - GANESHOTSAV 2024

ગણપતિ મહારાજની સ્થાપના સાથે જ ઠેર ઠેર ગણપતિ પૂજનના પંડાલો જોવા મળે છે. જૂનાગઢના ભવનાથમાં આવેલા શંભુ પંચાયતી અટલ અખાડામાં શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત ઉભા ગણપતિની પ્રતિમાનું પૂજન થાય છે. મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ મહારાજની સાથે દેવાધિદેવ મહાદેવ અને હનુમાનજી પણ એક સાથે બિરાજમાન થયા છે.

અટલ અખાડાના ઉભા ગણપતિ
અટલ અખાડાના ઉભા ગણપતિ (ETV Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : Sep 9, 2024, 9:32 AM IST

જૂનાગઢ :ગણેશ ચતુર્થીનું પાવન પર્વ શરૂ થતાની સાથે જ ઠેર ઠેર ગણપતિ મહારાજની પૂજા અર્ચના માટે પંડાલો લાગી રહ્યા છે. ત્યારે સ્વયં શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત ભવનાથમાં આવેલા શંભુ પંચાયતી અટલ અખાડામાં ઉભા ગણપતિ મહારાજની પૂજા થાય છે.

શંકરાચાર્ય દ્વારા સ્થાપિત અટલ અખાડાના ઉભા ગણપતિ (ETV Bharat Gujarat)

અટલ અખાડાના ઉભા ગણપતિ :ગણેશ પુરાણના 10 માં સ્કંધના 15 માં શ્લોકમાં અખાડાની પરંપરા અને કોઈ પણ ઈષ્ટદેવને સ્થાપિત કરતા સમયે તેમની પ્રતિમા બેઠેલી કે ઉભેલી સ્થિતિમાં રાખી શકાય છે. શંભુ પંચાયતી અટલ અખાડાના ઇષ્ટદેવ ગણપતિ મહારાજ છે, જેની સ્થાપના સ્વયમ શંકરાચાર્ય મહારાજે કરી છે. જેથી અખાડાના ઇષ્ટદેવરૂપે ગણપતિ મહારાજની પ્રતિમા ઉભા હોય તે પ્રકારે સ્થાપિત કરવામાં આવી છે.

શંકરાચાર્ય દ્વારા સ્થાપના :ગણપતિ મહારાજની સ્થાપના સાથે જ ઠેર ઠેર ગણપતિ પૂજનના પંડાલો જોવા મળે છે. જૂનાગઢના ભવનાથમાં આવેલા શંભુ પંચાયતી અટલ અખાડામાં શંકરાચાર્યજી દ્વારા સ્થાપિત ઉભા ગણપતિની પ્રતિમાનું પૂજન થાય છે. મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ મહારાજની સાથે દેવાધિદેવ મહાદેવ અને હનુમાનજી પણ એક સાથે બિરાજમાન થયા છે.

અટલ અખાડાના ઉભા ગણપતિ (ETV Bharat Gujarat)

શિવજી અને હનુમાન પણ બિરાજમાન :શંભુ પંચાયતી અખાડામાં ગણપતિ મહારાજની ઉભી પ્રતિમાની સાથે મંદિરના ગર્ભગૃહમાં જ દેવાધિદેવ મહાદેવ અને પવનપુત્ર હનુમાનની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. વિશ્વના કોઈપણ શિવાલયમાં હનુમાનજી મહારાજ અને ગણપતિની પ્રતિમા અવશ્ય હોય છે, પરંતુ જે જગ્યા પર શિવજીને સ્થાપિત કર્યા હોય તેવા ગર્ભગૃહમાં માતા પાર્વતી સિવાય અન્ય કોઈ દેવી-દેવતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવતી નથી. પરંતુ અટલ અખાડાના ગણપતિ મંદિરમાં ગણપતિ મહારાજની સાથે દેવાધિદેવ મહાદેવ અને પવનપુત્ર હનુમાનની પ્રતિમા એક સાથે દર્શન આપી રહી છે.

  1. સોમવતી અમાસના દિવસે દામોદર કુંડ ખાતે ભાવિકોનો મહાસાગર ઉમટ્યો
  2. શ્રાવણ માસ સોમનાથ મહાદેવને કૈલાશ દર્શન શણગારથી કર્યા શોભાયમાન

ABOUT THE AUTHOR

...view details