ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરતા 8 આરોપીઓ જેલમાં, સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી... - CYBER FRAUD CRIME

જૂનાગઢ પોલીસે શહેર અને જિલ્લાના 8 જેટલા વ્યક્તિઓને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરવા બદલ અટકાયત કરી છે.

ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરતા 8 આરોપીઓ જેલમાં
ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરતા 8 આરોપીઓ જેલમાં (Etv Bharat Gujarat)

By ETV Bharat Gujarati Team

Published : 4 hours ago

જૂનાગઢ: સાયબર ક્રાઇમ પોલીસે લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરતા રાષ્ટ્રવ્યાપી ગિરોહનું ભાંડાફોડ કર્યો છે. જૂનાગઢ પોલીસે શહેર અને જિલ્લાના આઠ જેટલા વ્યક્તિઓને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરવા બદલ અટકાયત કરી છે. આ લોકો છેતરપિંડીની રકમ તેમના ખાતામાં જમા કરાવવા માટે પોતાનું બેંક એકાઉન્ટ છેતરપિંડી ગેંગને આપીને નાણાકીય ગેરરીતિમાં સહકાર આપતા હતા. આ વિશેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવતા જૂનાગઢ સાયબર ક્રાઇમ યુનિટ દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના આઠ ઈસમોની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન છેતરપિંડી ઉજાગર:જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસે રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીની એક ગેંગનો યર્દાફાશ કર્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથકને 13 તારીખ એટલે કે શુક્રવારના દિવસે મળેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે તપાસ શરૂ કરતાં ઓનલાઇન છેતરપિંડીના ગીરોહને જૂનાગઢના આઠ વ્યક્તિઓએ તેમનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. તેમજ છેતરપિંડીમાં તેમને સહયોગ આપ્યો હતો. આ વિગતો જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલને મળતા પોલીસે આજે જૂનાગઢના 8 આરોપીને પકડી પાડીને અંદાજિત 50 કરોડ કરતાં પણ વધારેના ઓનલાઈન છેતરપિંડીના રાષ્ટ્રીયવ્યાપી ગુનાનો પર્દાફાશ કર્યો છે. જે 8 આરોપી પોલીસ પકડમાં છે તેમાં જૂનાગઢની એક મહિલાનો પણ સમાવેશ થાય છે.

ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરતા 8 આરોપીઓ જેલમાં (Etv Bharat Gujarat)

ઓનલાઇન રાષ્ટ્રવ્યાપી છેતરપિંડીમાં 200 ખાતાની સંડવણી: જિલ્લાની સાયબર ક્રાઇમ સેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી ઓનલાઈન છેતરપિંડીના કારસ્તાનનો પર્દાફાશ કર્યો છે. તેમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યમાં સંચાલિત થતા 200 જેટલા બેંક ખાતાની સંડોવણી સામે આવી છે. હાલ 82 ખાતાધારકો કે જે ઓનલાઇન છેતરપિંડી કરીને રૂપિયા ભાડે લીધેલા ખાતેદારોના એકાઉન્ટમાં જમા કરાવતા હતા, તેમના વિરુદ્ધ જૂનાગઢ સાયબર ક્રાઈમ સેલે NCCRP અંતર્ગત ઓનલાઈન 152 જેટલી પોલીસ ફરિયાદ નોંધ હતી. જે પૈકી જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા 42 જેટલા ખાતાની તપાસ કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન છેતરપિંડીથી મેળવવામાં આવેલા 50 કરોડ 32 હજાર 366 જેટલા રૂપિયા જમા થયા હોવાની વિગતો પોલીસને મળી છે. હાલ સમગ્ર મામલામાં બાકી રહેતા અન્ય ખાતાની તપાસ પણ જૂનાગઢ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે.

ઓનલાઈન નાણાકીય છેતરપિંડી કરતા 8 આરોપીઓ જેલમાં (Etv Bharat Gujarat)

પકડાયેલા આરોપીના નામ અને સરનામા:જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઓનલાઈન છેતરપિંડીમાં તેમનું બેન્ક એકાઉન્ટ ભાડે આપીને છેતરપિંડી કરતા ગિરોહ પાસેથી નાણાકીય લાભ મેળવતા સમઢીયાળાના અભિ માથુકિયા દાદર ગીરના સચિન વોરા સાથે જૂનાગઢના આર્યન પઠાણ, ધર્મેશ ગોહિલ, સતીશ કરમટા, અબ્દુલ કરીમ જેઠવા આસિફ બેલીમ અને એક મહિલા મળીને જૂનાગઢ પોલીસે કુલ 8 આરોપીની અટકાયત કરી છે. આ તમામ લોકો છેતરપિંડી કરતા ગીરોહને તેમના એકાઉન્ટ આર્થિક લાભ માટે આપ્યા હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે.

સાયબર ક્રાઇમ પોલીસની કામગીરી (Etv Bharat Gujarat)

રાજ્ય બહારના આરોપીઓ પકડવાના બાકી:જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા આજે જૂનાગઢના જે 8 આરોપીની અટકાયત કરવામાં આવી છે. તે ઓનલાઇન લિંક મોકલનાર અને ઓનલાઈન જે તે વ્યક્તિને ખાતામાંથી પૈસા ઉપાડનાર આરોપીઓ પૈકીના છે. હાલ પોલીસે ઓનલાઈન લિંક મોકલીને લોકોને ભરમાવનાર તેમજ આવી લિંક પર બેંક ખાતાની વિગતો મેળવીને તેમના ખાતામાંથી પૈસા ઉપાડી લેનાર બંને પ્રકારના આરોપીઓને પકડવાના બાકી છે. હાલ પોલીસે એવા આરોપીની અટકાયત કરી છે જેમને ઓનલાઇન છેતરપિંડી માટે તેમનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. જૂનાગઢના 8 આરોપી હાલ પોલીસ પકડમાં છે, પરંતુ સમગ્ર કારસ્તાન રાષ્ટ્રીયવ્યાપી છે જેને લઇને પણ સમગ્ર જૂનાગઢ રેન્જની પોલીસ તપાસમાં જોડાયેલી છે.

દેશના અનેક રાજ્યો ના બેન્ક એકાઉન્ટમાં જમા થયા નાણા:જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમગ્ર મામલામાં ગંભીરતાથી તપાસ કરવામાં આવતા સમગ્ર ભારતની અલગ અલગ બેંકના 200 બેંક ખાતાઓમાં આ પ્રકારના છેતરપિંડીના નાણાનો વ્યવહાર થયો છે. જે પૈકી ચેન્નઈ, તેલંગાણા, ગુજરાત, કેરલ, મહારાષ્ટ્ર, બિહાર, ઓરિસ્સા, દિલ્હી, કર્ણાટક, હરિયાણા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, બંગાળ, મધ્યપ્રદેશ, આસામ, નાગાલેંડ, પોંડીચેરી અને છત્તીસગઢ રાજ્યના 200 કરતાં વધારે બેન્ક એકાઉન્ટમાં ઓનલાઇન છેતરપિંડી બાદ નાણા જમા થયા હોવાની વિગતો જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસને મળી છે. સમગ્ર મામલામાં પોલીસ 200 જેટલા બેંક એકાઉન્ટની તપાસ પણ શરૂ કરી છે.

40 બેન્ક ખાતાની વિગતો આજે પણ અદ્શ્ય:જૂનાગઢ સાયબર ક્રાઇમ સેલ દ્વારા દેશની અલગ અલગ બેંકની શાખાઓના 200 જેટલા ખાતાની તપાસ કરી હતી. જેમાં 42 જેટલા ખાતામાં આ પ્રકારે નાણાકીય ગેરરીતિ બાદ રુપિયા જમા કરાવવામાં આવ્યા હતા. તે સિવાય જૂનાગઢ પોલીસની તપાસમાં ચાર બેંક એકાઉન્ટ બિલકુલ અજાણ્યા આવ્યા છે. જેમાં પણ કેટલાક નાણાં જમા થયા છે. આ સિવાય 40 બેંકના એકાઉન્ટ સમગ્ર દેશમાં એવા છે કે, જેની વિગતો હજુ સુધી જૂનાગઢ સાયબર ક્રાઇમ પોલીસને મળી નથી. સમગ્ર મામલામાં 40 વિગત વગરના બેંક ખાતા અને 4 અજાણ્યા બેન્ક ખાતાની વિગતો મેળવવા માટે પણ જૂનાગઢ સાઇબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:

  1. વર્ષ 2024 ભાવનગર જિલ્લા માટે કેટલું યાદગાર, જાણો બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
  2. ગુજરાતમાં AI ટાસ્કફોર્સઃ મુખ્યમંત્રીએ કરેલી આ જાહેરાતનો થશે તાત્કાલિક અમલ

ABOUT THE AUTHOR

...view details