જૂનાગઢ : ઉનાળાની આકરી ગરમી સૌ કોઈને અકડાવી રહી છે ત્યારે આવા સમય દરમિયાન પશુ પક્ષીઓ માટે ખૂબ જ વિપરીત સમય આવતા હોય છે, ત્યારે જૂનાગઢમાં રહેતા પરસોતમભાઈ છેલ્લા ચાર વર્ષથી સતત બાર મહિના પક્ષીઓ માટે તમામ ઋતુને અનુકૂળ ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા દિવસમાં બે વખત કરે છે, ગરમીના આ સમયમાં અનોખી પક્ષી સેવા કરીને પુરુષોત્તમભાઈ પુણ્યનુ ભાથું પણ બાંધી રહ્યા છે.
ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં પક્ષીઓ માટે ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા કરતા જૂનાગઢના પરસોત્તમભાઈ - Birds Care - BIRDS CARE
ઉનાળાની આકરી ગરમીના દિવસોમાં પક્ષીઓ માટે જૂનાગઢના પરસોત્તમભાઈ ચણ અને પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યાં છે.
Published : May 13, 2024, 9:56 AM IST
ઉનાળામાં અનોખી પક્ષી સેવા : ઉનાળાની આકરી ગરમીના દિવસો ચાલી રહ્યા છે આવા સમયે પક્ષીઓ માટે પીવાનુ પાણી અને ચણની વિશેષ જરૂરિયાત ઊભી થતી હોય છે, કુદરતી રીતે પીવાના પાણીના મોટાભાગના કુદરતી સોર્સ પૂર્ણ થયા હોય છે, જેથી આકરી ગરમીમાં પાણીની વ્યવસ્થા જાળવી રાખવી પ્રત્યેક જીવ માટે જરૂરી હોય છે. પરંતુ કુદરત પર આધારિત પક્ષીઓ ઉનાળાના દિવસો દરમિયાન પીવાના પાણી મેળવવા ને લઈને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જૂનાગઢના પરસોત્તમભાઈ પોશિયા પાછલા ચાર વર્ષથી 12 મહિના તમામ ઋતુઓમાં પક્ષીઓને પીવાનું પાણી અને ચણની કોઈ મુશ્કેલી ન ઊભી થાય તે માટે વ્યવસ્થા કરી રહ્યા છે.
નિત્યક્રમે દરરોજ કરે છે પક્ષી સેવા : પરસોતમભાઈ પોશિયા નિત્યક્રમે દરરોજ પક્ષી સેવા કરી રહ્યા છે. તેઓ માને છે કે પક્ષીઓની સેવા કરવી તે કુદરતની સેવા કરવા બરોબર હોય છે. આવા સમયે બાર મહિના તેઓ દરરોજ સવાર અને સાંજે બે વખત ચકલી કબૂતર કાબર હોલા સહિત નાના પક્ષીઓ કે જે આ વિસ્તારમાં કુદરતી રીતે રહેઠાણ ધરાવે છે તેવા તમામને ચણ અને દિવસમાં બે વખત પીવાનું પાણી પૂરું પાડે છે. ઉનાળાના આ દિવસો દરમિયાન ખેતરમાં કૃષિ પાક હોતો નથી. વધુમાં કુદરતી રીતે એકઠું થયેલું પાણી પણ ગરમીને કારણે સુકાઈ જતુ હોય છે. આવા સમયે પક્ષીઓને પીવાના પાણીની ખૂબ વિપરીત પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે તે માટે તેઓ પાછલા ચાર વર્ષથી સતત પક્ષી સેવા કરી રહ્યા છે.