જુનાગઢ : બનાસકાંઠામાં આજે ગરીબોને ઘરના ઘરનું લોકાર્પણ કાર્યક્રમ ભૂપેન્દ્ર પટેલની સ્થળ પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીની વચ્ચે યોજાયો હતો. હવે આ મામલો ખેડૂતલક્ષી રાજકારણમાં ઉલજતો જોવા મળે છે. કાર્યક્રમ સ્થળ પર ભારતીય કિસાન સંઘના આગેવાનોને આમંત્રણ હતું પરંતુ કિસાન કોંગ્રેસ સાથે જોડાયેલા ખેડૂત આગેવાનોને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે સભાસ્થળ પર જઈ રહેલા બનાસકાંઠા કિસાન કોંગ્રેસના અગ્રણીની પોલીસે અટકાયત કરી છે જેને લઇને કિસાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પાલ આંબલીયાએ ભારતીય કિસાન સંઘ પર આકરા પ્રહારો કર્યાં છે. સરકાર કોંગ્રેસ સમર્થિત કિસાન કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોને ઇરાદાપૂર્વક હેરાન કરી રહી છે તેવો સનસનીખેજ આક્ષેપ પણ સરકાર પર લગાવ્યો છે.
Junagadh News : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના સરકાર અને ભારતીય કિસાન સંઘ પર આકરા પ્રહારો
બનાસકાંઠામાં આજે ગરીબોને ઘરના ઘર વિતરણ કાર્યક્રમ ભૂપેન્દ્ર પટેલની સ્થળ પર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીની વચ્ચે યોજાયો હતો. ત્યારે બનાસકાંઠાના કિસાન કોંગ્રેસના આગેવાનની અટકાયત કરી છે. જેને લઇને કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલીયાએ રોષ વ્યક્ત કરતાં ભારતીય કિસાન સંઘ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે ભાજપની સરકાર અને ભારતીય કિસાન સંઘ સાથે મળીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે કુલડીમાં ગોળ ભાંગી રહી છે.
Published : Feb 10, 2024, 6:07 PM IST
ભારતીય કિસાન સંઘ સરકારનો ભાગ : પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલીયાએ બનાસકાંઠા કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીની અટકાયતને લઈને સરકાર પર આકરા પ્રહાર કર્યા હતાં. ભારતીય કિસાન સંઘ સરકારની કઠપૂતળી બનીને કામ કરી રહી છે. કિસાન સંઘના અગ્રણીઓ અને સરકાર એક સાથે બેસીને કુલડીમાં ગોળ ભાંગી રહી છે જેથી ભારતીય કિસાન સંઘનો સરકારને જરા પણ ડર નથી. કિસાન સંઘ ભાજપના ઈશારે ગામ કરી રહ્યું છે. માત્ર દેખાવ પૂરતા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાનો ઢોંગ કરી રહી છે. તો બીજી તરફ કિસાન કોંગ્રેસના ખેડૂતો અને ખેડૂત નેતાઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય છે જેથી આજે બનાસકાંઠામાં કિશાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીની રાજ્ય સરકારના ઈસારે પોલીસે અટકાયત કરી છે. જેને પ્રદેશ કિસાન કોંગ્રેસ આકરા શબ્દોમાં વખોડે છે.
ખેડૂતોના પ્રશ્ન ભારતીય કિસાન સંઘ મૌન : ખેડૂતોના પ્રશ્ને ભારતીય કિસાન સંઘ મૌન ધારણ કરીને બેસતું જોવા મળે છે. અત્યાર સુધીમાં ખેડૂતોને અનેક પ્રશ્નો ઊભા થયા છે. જમીન માપણીમાં થયેલી અનેક ભૂલો કેનાલમાં પડતા ગાબડા પાક વીમાનો ભ્રષ્ટાચાર આવા દરેક સવાલોથી સરકાર ખૂબ ડરી રહી છે. જેને કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓ વારંવાર ઉઠાવે છે. તેના ડરથી આજે બનાસકાંઠામાં કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીની અટકાયત કરવામાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોની હામી ભરતી સરકાર હોવાનો ઢોંગ કરી રહી છે તેવો આક્ષેપ પણ પાલ આંબલીયાએ રાજ્ય અને કેન્દ્રની સરકાર પર કર્યો છે.